યોગીન દરજી/નડિયાદ: એવા નડિયાદના સુપ્રસિધ્ધ શ્રી સંતરામ મંદિરે યોગીરાજ અવધુત શ્રી સંતરામ મહારાજના 188માં સમાધિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી. આજથી 188 વર્ષ પહેલા શ્રી સંતરામ મહારાજે જીવીત સમાધિ લીધી હતી. તે સમયે દેવોએ આકાશમાંથી પુષ્પ વર્ષા કરી હતી. તેવી એક માન્યતા નડિયાદના શ્રી સંતરામ મંદિરના ભક્તોમાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેને લઇ દર વર્ષે મહાસુદ પુનમના દિવસે નડિયાદ મંદિરમાં સાકર વર્ષા કરવામાં આવે છે. આ પ્રસંગે 251 મણ સાકર અને 200 મણ કોરપાનો પ્રસાદ મીક્ષ કરી તેને આકાશમાં ઉછાળવામાં આવે છે. જે પ્રસાદને ઝીલવા માટે ભક્તો રીતસરની પડાપડી કરતા હોય છે. પ્રસાદ મેળવવા ભક્તો પડાપડી કરી રહ્યા છે. જોકે મહત્વની બાબતએ છે,કે આ રીતે પ્રસાદ લેવાની પ્રથા હોવા છતા આજદીન સુધી કોઇ ભક્ત ઘાયલ થયુ હોય કે કોઇને ઇજા થઇ હોય તેવો એકપણ બનાવ બન્યો નથી.


સુરતના વેપારીએ બિલ પર લખ્યું ‘સર્જિકલ સ્ટ્રાઇક 2.0’, બદલો લેવાની કરી વાત


[[{"fid":"203789","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Nadiad-Santram.jpg","field_file_image_title_text[und][0][value]":"Nadiad-Santram.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Nadiad-Santram.jpg","field_file_image_title_text[und][0][value]":"Nadiad-Santram.jpg"}},"link_text":false,"attributes":{"alt":"Nadiad-Santram.jpg","title":"Nadiad-Santram.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


સંતરામ મંદિર નડિયાદ આધ્યાત્મિક જગતનું શ્રધ્ધાનું કેન્દ્ર છે. આજથી 188 વર્ષ પહેલા સંતરામ મહારાજે જીવીત સમાધી લીધી હતી. તે વખતે દેવોએ પુષ્પ વર્ષા કરી હતી. જેના પ્રતિક રૂપે દર વર્ષે વર્તમાન મહંત વર્ષમાં એક વાર સંતરામ મહારાજની આરતી ઉતારે છે. અને ત્યારબાદ સાકર વર્ષા કરવામાં આવે છે. ચરોતર વાસીઓમાં સંતરામ મહારાજની જન્મ સમાધી દિનનું અનોખુ મહત્વ છે.