લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલે ફરી આલાપ્યો અશાંતધારાનો રાગ
લિંબાયત વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય સંગીતા પાટીલે લોકસભાની ચૂંટણી અગાઉ ફરી અશાંત ધારાનો રાગ આલાપ્યો છે. વિધાનસભાની ચૂંટણી અગાઉ અશાંત ધારાની માંગ કરી ચૂકેલા સંગીતા પાટીલે લોકસભાની ચૂંટણી પહેલા ફરી ડિમાન્ડ કરતાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
ચેતન પટેલ/સુરત: લિંબાયત વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય સંગીતા પાટીલે લોકસભાની ચૂંટણી અગાઉ ફરી અશાંત ધારાનો રાગ આલાપ્યો છે. વિધાનસભાની ચૂંટણી અગાઉ અશાંત ધારાની માંગ કરી ચૂકેલા સંગીતા પાટીલે લોકસભાની ચૂંટણી પહેલા ફરી ડિમાન્ડ કરતાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
સંકલનની બેઠકમાં સંગીતા પાટીલે અશાંત ધારા અંગે રજૂઆત કરી હતી. અને વહેલી તકે અશાંતધારો લાગુ કરવાની માંગ કરી હતી.સંગીતા પાટીલે વાત કરતા જણાવ્યુ હતુ કે તેમના મતવિસ્તારમાં તેલુગુ, રાજસ્થાની, મહારાષ્ટ્રીય સમાજ સહિતના લોકોની ઘણા સમયથી માંગ હતી. વિવિધ સોસાયટીમાંથી લોકોના સ્થળાંતર થતાં અન્ય કોમના લોકો રહેવા આવ્યા હતાં.
અમદાવાદ: શોપિંગ ફેસ્ટીવલને સફળ બનાવા AMC યોજશે હેરીટેજ ઓટો અક્સપો
લોકોની માંગ હતી કે તેમનામાં ડરનો માહોલ પેદા થયો છે જેથી અશાંતધારો લાગુ કરવામાં આવે. પાટીલે દાવો કરતા કહ્યુંહતું કે, મારા વિસ્તારમાં તમામ કોમના લોકો સૌહાર્દપૂર્ણ માહોલમાં રહે છે. પરંતુ લોકોની માંગ હોવાથી એક વર્ષ અગાઉ ડિમાન્ડ કરી હતી. જેની પ્રોસેસ ગૃહ વિભાગમાં પૂર્ણ થયા બાદ હવે મહેસૂલ વિભાગમાં ચાલી રહી હોવાનું તેમને કલેક્ટરે જણાવ્યું હતું.