• ​કોરોના વોરિયર્સ પોલીસકર્મીઓ સતત ફરજ દરમિયાન કોરોના સંક્રમણમાં પોઝિટિવ થઇ રહ્યા છે.

  • આજે દાણીલીમડા પોલીસ લાઇનના 400 જેટલા મકાનોમાં સેનેટાઈઝિંગ કરવામાં આવ્યું


મૌલિક ધામેચા/અમદાવાદ :કોરોના મહામારીમાં એક બાદ એક કોરોના કેસ વધતા પોલીસ લાઈનમાં સેનેટાઈઝિંગ અને ફોગિંગ કરવામાં આવ્યં છે. અમદાવાદમાં વધી રહેલા કેસોને પગલે પોલીસ લાઈનમાં સેનેટાઇઝિંગ  કરાવાયું છે. એડમીન JCP દ્વારા પોલીસ કર્મીઓ માટે આ મહત્વનો નિર્ણય લેવાયો છે. પોલીસકર્મીઓના પરિવારે કામગીરીને બિરદાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : શાળા ખૂલવા અંગે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, હાલ 9 થી 12ની શાળા નહિ ખૂલે   


રાજ્યભરમાં જે રીતે કોરોના કેસોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે, બીજી તરફ કોરોના વોરિયર્સ પોલીસકર્મીઓ સતત ફરજ દરમિયાન કોરોના સંક્રમણમાં પોઝિટિવ થઇ રહ્યા છે. જેને પગલે અમદાવાદ પોલીસે નવતર પ્રયોગ હાથ ધર્યો હતો. પોલીસ લાઈનમાં સેનેટાઈઝર અને ફોગીંગની કામગીરી શરૂ કરી છે. એડમીન જેસીપી અજય ચૌધરી અને હેડ ક્વાર્ટર પોલીસ સ્ટાફ દ્વારા આજે દાણીલીમડા પોલીસ લાઇનના 400 જેટલા મકાનોમાં સેનેટાઈઝિંગ કરવામાં આવ્યું હતું. સાથે જ ફોગિંગ પણ કરવામાં આવ્યું હતુ. મહત્વનું છે કે. પોલીસ અધિકારીઓની આ પ્રકારની કામગીરી પોલીસકર્મીના પરિવારમાં સાંત્વના જોવા મળી. પરંતુ છેલ્લા ઘણા સમયથી પોલીસ લાઈનમાં ઉદભવેલા પાયાના પ્રશ્નો અને ડ્રેનેજની કામગીરી અંગે પણ પોલીસ પરિવારે એડમિન જેસીબીને આ બાબતે રજૂઆત કરી હતી. જેને પગલે સત્વરે આ કામગીરી પૂર્ણ કરવા હૈયાધારણા આપી છે. બીજી તરફ આગામી સમયમાં અમદાવાદની તમામ 31 જેટલી પોલીસ લાઈન અને પોલીસ અધિકારીઓની ઓફિસમાં સેનેટાઇઝિંગની કામગીરી કરવામાં આવશે. 


આ પણ વાંચો : ભાજપીય સાંસદના બાહોમા આવી ગઈ અંજના, Romance નો આ વીડિયો થયો જોરદાર વાયરલ 


અમદાવાદ શહેરમાં એક તરફ કોરોનાનો કહેર યથાવત છે, તો બીજી તરફ મચ્છરજન્ય રોગચાળો પણ વકર્યો છે. સ્વચ્છતાની વાતો વચ્ચે અમદાવાદમાં ઠેર ઠેર પારાવાર ગંદકી જોવા મળી છે. ખુલ્લા પ્લોટ અમદાવાદમાં મચ્છર ઉત્પત્તિના કેન્દ્રો બન્યા છે. વરસાદી પાણી ભરાવાથી મોટા પ્રમાણમાં મચ્છરોનું બ્રિડિંગ થઈ રહ્યું છે. આ મામલે મેયરે તંત્રને કામગીરી કરવાના આદેશ પણ આપ્યા છે. જોક, મેયરની સૂચના બાદ પણ અમદાવાદમાં કોઈ નક્કર કામગીરી નહિ છે. 


આ પણ વાંચો : વાત ગળે ન ઉતરે તેમ નથી, પાકિસ્તાની જાસૂસ ઈમરાન દિવસે એક્સપોર્ટનો બિઝનેસ કરતો, અને રાત્રે રીક્ષા ચલાવતો