વાત ગળે ઉતરે તેમ નથી, પાકિસ્તાની જાસૂસ ઈમરાન દિવસે એક્સપોર્ટનો બિઝનેસ કરતો, અને રાત્રે રીક્ષા ચલાવતો

વાત ગળે ઉતરે તેમ નથી, પાકિસ્તાની જાસૂસ ઈમરાન દિવસે એક્સપોર્ટનો બિઝનેસ કરતો, અને રાત્રે રીક્ષા ચલાવતો
  • એનઆઈએની ટીમે ગઈકાલે આવીને તેને ગોધરાના ભરબજારમાંથી દબોચી લીધો હતો.
  • ઈમરાનના ઘરમાંથી એનઆઈએની ટીમે કેટલાક સંવેદનશીલ દસ્તાવેજો જપ્ત કર્યાં છે.
  • ઈમરાનના પરિવારનો પાકિસ્તાન સાથે ઘરોબો છે તેવું કહી શકાય

ઝી મીડિયા/બ્યૂરો :ગોધરાથી ગઈકાલે એનઆઈએ (NIA) ની ટીમે પાકિસ્તાની જાસૂસ ઝડપી પાડ્યો છે. આ પાકિસ્તાની જાસૂસ (pakistani agent) વિશે એક પછી એક ચોંકાવનારા ખુલાસા થયા છે. પાકિસ્તાનથી લેડીઝ ડ્રેસ ઈમ્પોર્ટ કરતો 37 વર્ષનો ઈમરાન જીતેલી ગોધરા (godhra) માં રાત્રે રિક્ષા ચલાવવાનું કામ કરતો હતો. આ વાત ગળે ઉતરતી નથી કે, કેમ આખરે ઈમરાન ઈમ્પોર્ટ-એક્સપોર્ટનો બિઝનેસ છતા રીક્ષા ચલાવતો હતો. આ પાછળ તેનો મનસૂબો શું હતો. 

એનઆઈએની ટીમે ગઈકાલે આવીને તેને ગોધરાના ભરબજારમાંથી દબોચી લીધો હતો. ઈમરાન પર ભારતીય નૌસેનાની ગુપ્ત માહિતી પાકિસ્તાનને આપવાનો આરોપ છે. પાકિસ્તાની આઈએસઆઈ એજન્ટ ઈમરાન પાંચથી છ વાર ગોધરા જઈ આવ્યો છે. એટલું જ નહિ, તેના પાકિસ્તાન નેટવર્ક એટલા સ્ટ્રોન્ગ છે કે તાજેતરમાં પાકિસ્તાનના ફસાયેલા ગોધરાના નાગરિકોની મદદે પણ એ તે આવ્યો હતો. દિવસે તે ઈમ્પોર્ટ અને એક્સપોર્ટનો બિઝનેસ કરતો હતો, અને રાત્રે રિક્ષા ચલાવતો હતો. આખરે કેમ ઈમરાનને આવું કરવાની જરૂર પડી તે એનઆઈએ માટે મોટો સવાલ છે. 

આ પણ વાંચો : કોરોના દર્દીઓ માટે સંજીવની બની રહે તેવી ફેફસાંની કસરત સુરત સિવિલે અપનાવી 

ગોધરાના પોલન બજારમાં રહેતા ઈમરાનને લઈને એનઆઈએની ટીમ પળવારમા બહાર નીકળી ગઈ હતી. તેનું ઓપરેશન પાર પાડવામાં હ્યુમન ઈન્ટેલિજન્સની ટીમની મહત્વની ભૂમિકા રહી હતી. ભર્યાભર્યા રહેતા પોલન બજારમાંથી ઈમરાનને ઉઠાવવું અઘરુ કામ હતું. જો પોલીસ પર હુમલો થાય તો જોખમી બની શકે તેમ હતું. તેથી પોલીસે તેના બાતમીદારો પાસેથી તેની માહિતી મેળવીને ચૂપચાપ તેને ઉઠાવી લીધો હતો. 

ઈમરાનના ઘરમાંથી એનઆઈએની ટીમે કેટલાક સંવેદનશીલ દસ્તાવેજો જપ્ત કર્યાં છે. ઈમરાન આઈએસઆઈના અનેક અધિકારીઓના સંપર્કમાં હોવાનુ કહેવાય છે. તેના મોબાઈલની એપ્લિકેશનમાંથી વિશાખાપટ્ટનમ જાસૂસીકાંડના આરોપીઓના બેંક એકાઉન્ટમાંથી મોટી રકમ ટ્રાન્સફર થઈ છે. 

ઈમરાનના પરિવારનો પાકિસ્તાન સાથે ઘરોબો છે તેવું કહી શકાય. ઈમરાનના નાના પાકિસ્તાનમાં રહે છે. એટલે તેની માતા પાકિસ્તાનના છે. તેથી પાકિસ્તાનમાં તેના પરિવારની સારી એવી અવરજવર છે. તેથી ઈમરાન સાથે પાકિસ્તાન આવતા-જતા તેના સંબીધી લોકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news