ખેડા : જિલ્લાના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં આજે દેવદિવાળીના પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. સાંજના સમયે મંદિરમાં એક સાથે સવા લાખ દીવડાઓ પ્રગટાવવામાં આવતા અલૌકિક નજારો સર્જાયો હતો. સાંજના સમયે મંદિર પરિસરમાં પણ ભક્તોનું ઘોટાપુર ઉમટી પડ્યું હતું. નડિયાદ સંતરામ મહારાજની પવિત્ર ભૂમિ પર આવેલા મહારાજની નિશ્રામાં કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ પોલીસે 70 વર્ષના વૃદ્ધ દંપત્તીને ઘસડ્યું, અધિકારીના પૈસા પતાવવા દાદાગીરી


લગભગ 1 લાખ 25 હજારના દીપમાળાઓથી મંદિર સજી ઉઠ્યું છે. જેમાં 12 ડબ્બા તેલના, 4 ડબ્બા દિવેલના અને મીળના કોડિયાનો ઉપયોગ કરાયો છે. મંદિરમાં ભવ્ય રોશની થતાં સમગ્ર વાતાવરણને સૌ ભાવિક ભક્તોએ આ પળને મોબાઇલમાં કંડારી હતી. મંદિર પરિસર પણ જય મહારાજના નાદથી ગુંઝી ઉઠ્યું હતું. ભક્તો પણ મોટા પ્રમાણમાં આ અલૌકિક નજારાનો આનંદ ઉઠાવવા માટે ઉમટી પડ્યા હતા. જો કે સરકારની ગાઈડલાઈનને પગલે ભક્તોને તમામ નિયમોના પાલન સાથે જ અંદર પ્રવેશ અપાયો હતો. આ ઉપરાંત પ્રદૂષણને કારણે આ વખતે આતશબાજી કરવામાં આવી નહોતી.


JAMNAGAR માં ભારતીય જળસેના દ્વારા એક મહિના સુધી કરવામાં આવશે ઉજવણી


યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજ જ્યોત સ્વરૂપે અહીંયા બીરાજે છે. 190 વર્ષ પહેલા મહારાજે સમાધિ લીધી ત્યારે તેમની ઉર્જાથી અહીંયા દીવા પ્રગટેલા છે. 150 વર્ષથી પરંપરા મુજબ દેવદિવાળીના પર્વે અહીંયા તેલ, ઘી અને મીણના દીવાઓથી રોશની કરવામાં આવે છે. જ્યારે આ તમામ દિવાઓ પ્રગટે ત્યારે અલૌકિક નજારો સર્જાય છે. આ દિવસ દરમિયાન પુરા ગુજરાતમાંથી ભક્તો અહીંયા આવે છે. મહારાજશ્રીના આર્શીવાદ મેળવે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube