અમદાવાદ પોલીસે 70 વર્ષના વૃદ્ધ દંપત્તીને ઘસડ્યું, અધિકારીના પૈસા પતાવવા દાદાગીરી

ચાંદખેડા પોલીસ સ્ટેશનનાં અધિકારી તથા ઇન્ટેલિજન્સ બ્યૂરોના પોલીસ અધિકારીઓ સામે હાઇકોર્ટમાં અરજી થઇ હતી. રેવાબેન રબારી નામની મહિલા દ્વારા કરાયેલી અરજીમાં પોલીસ દ્વારા 70 વર્ષથી વધારેની ઉંમરની મહિલા સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું. જેના અનુસંધાને પોલીસ દ્વારા આ વર્તણુંક અંગે ગુજરાત હાઇકોર્ટમાં પોલીસ કેસ દાખલ થયો છે. 70 વર્ષની ઉંમર હોવા છતા પણ તેના પર ખોટી રીતે ત્રાસ ગુજારાયો છે. જેથી જવાબદાર પોલીસ અધિકારી સામે કાર્યવાહી ઉપરાંત 5 લાખનું વળતર ચુકવવાની માંગ કરાઇ છે. 

અમદાવાદ પોલીસે 70 વર્ષના વૃદ્ધ દંપત્તીને ઘસડ્યું, અધિકારીના પૈસા પતાવવા દાદાગીરી

અમદાવાદ : ચાંદખેડા પોલીસ સ્ટેશનનાં અધિકારી તથા ઇન્ટેલિજન્સ બ્યૂરોના પોલીસ અધિકારીઓ સામે હાઇકોર્ટમાં અરજી થઇ હતી. રેવાબેન રબારી નામની મહિલા દ્વારા કરાયેલી અરજીમાં પોલીસ દ્વારા 70 વર્ષથી વધારેની ઉંમરની મહિલા સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું. જેના અનુસંધાને પોલીસ દ્વારા આ વર્તણુંક અંગે ગુજરાત હાઇકોર્ટમાં પોલીસ કેસ દાખલ થયો છે. 70 વર્ષની ઉંમર હોવા છતા પણ તેના પર ખોટી રીતે ત્રાસ ગુજારાયો છે. જેથી જવાબદાર પોલીસ અધિકારી સામે કાર્યવાહી ઉપરાંત 5 લાખનું વળતર ચુકવવાની માંગ કરાઇ છે. 

અરજદાર દ્વારા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રજુઆત કરાઇ હતી કે, ઇન્ટેલિજન્સ બ્યુરોના પોલીસ અધિકારી વિજય રાઠોડે ઘરની માલિકીના હક્ક બાબતે તેના પુત્ર રાજુ રબારીને ખોટી રીતે પરેશાન કરતા ચાંદખેડા પોલીસમાં અરજી કરી હતી. પુત્ર રાજુ રબારીએ ખોટી રીતે પરેશાન કરવાના હેતુથી ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. અરજીમાં રાજુ રબારીએ પોલીસ અધિકારી વિજય રાઠોડ પાસે લીધેલા ઉછીના નાણા પરત ન કર્યાનો આરોપ લગાવાયો હતો. 

જે અંગે કોઇ જાણ કે પુછપરછ વિના જ ચાંદખેડા પોલીસ અને વિજય રાઠોડ નામના પોલીસ અધિકારીએ તેના ઘરે જઇને પુત્રને ચાંદખેડા પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. પોલીસ દ્વારા રાજુ પર માનસિક ત્રાસ ગુજારાયો હતો. અશોભનીય વર્તન માતા સાથે કરવામાં આવ્યાનો દાવો પણ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત દસ્તાવેજો પર બળજબરી સહી કરાવવામાં આવી હતી. અરજદાર વતી કોર્ટમાં હાજર વકીલે સહી કરી કે, જો અરજદારના પુત્રે ઉછીના પૈસા લીધા હતા. તેમના માતા-પિતા પર ત્રાસ કેમ ગુજારાયો. અરજદાર વકીલે વૃદ્ધ દંપત્તીને ઘસડીને લઇ જતા સીસીટીવી અને તસવીરો પણ રજુ કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news