Santrampur Gujarat Chutani Result 2022: સંતરામપુર બેઠક પર ભાજપનો ભવ્ય વિજય, ડો કુબેરભાઈ ડિંડોરની જીત
Santrampur Gujarat Chutani Result 2022: સંતરામપુર વિધાનસભા બેઠક એકસમયે કોંગ્રેસનો ગઢ હતી. અહીંયા કોંગ્રેસની બોલબાલા હતી. પરંતુ બીજેપીએ છેલ્લી ચૂંટણીમાં કોંગ્રેસ પાસેથી આંચકી લીધી. વર્ષ 2007 અને 2012માં કોંગ્રેસે બીજેપીને હરાવીને પોતાનો દબદબો બનાવ્યો.
Santrampur Gujarat Chutani Result 2022: સંતરામપુર અને કડાણા અતિઅંતરિયાળ વિસ્તાર છે અને અહીંની ભોળી અને ગરીબ પ્રજા આજે પણ જે પહેલા પરિસ્થિતિ હતી તે જ પરિસ્થિતિમાં આજે પણ જોવા મળી રહી છે. અહીંના આદિવાસી લોકો માટે પરિવારનું ભરણ પોષણ કરવું હોય તો માત્રને માત્ર મજૂરી કામ પર નિર્ભર છે. આ વિસ્તારમાં ઓછી મજૂરી મળતી હોવાથી અહીંની પ્રજા અમદાવાદ, વડોદરા સહિત સુરત મજૂરી કામે જઈ રહ્યા છે.
મહીસાગર
મહીસાગર જિલ્લાની 3 વિધાનસભા બેઠક પર 2 ભાજપ અને 1 કૉંગ્રેસની જીત
કોંગ્રેસનો ગઢ ગણાતી બાલાસિનોર બેઠક પર ભાજપ નો કબજો
બાલાસિનોર અને સંતરામપુર બેઠક પર ભાજપ નો ભવ્ય વિજય
લુણાવાડા વિધાનસભામાં જીગ્નેશ સેવક ને હરાવી ગુલાબસિંહ ચૌહાણ 26125 મતો થી જીત્યા
બાલાસિનોર બેઠક પર માનસિંહ ચૌહાણની 50047 જીત
સંતરામપુર બેઠક પર ડો કુબેરભાઈ ડિંડોર ની 14492 મતો થી જીત
સંતરામપુર વિધાનસભા બેઠક (મહીસાગર)
મહીસાગર જિલ્લાના સંતરામપુર વિધાનસભા બેઠકની, આ સીટ પર આદિવાસી સમાજનું પ્રભુત્વ રહેલું છે. જેથી કોઈપણ પક્ષ હોય ઉમેદવાર આદિવાસી સમાજનો જ હોય છે.સંતરામપુર અને કડાણા તાલુકાનો આ વિધાનસભામાં સમાવેશ થાય છે
2022ની ચૂંટણી
2022ની ચૂંટણીમાં કુબેરભાઈ ડીંડોરને ટિકિટ આપી રિપીટ કરવામાં આવ્યા છે,આમ આદમી પાર્ટીએ સંતરામપુર વિધાનસભમાં પર્વતભાઈ વાગડીયાને ટિકિટ આપી છે, ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ગેંદાલભાઈ મોતીભાઈ ડામોરની પસંદગી કરવામાં આવી છે.
2017ની ચૂંટણી
વર્ષ 2017માં અંદાજિત 7000 વોટથી ભાજપના ઉમેદવાર કુબેરભાઈ ડીંડોરની જીત થઇ હતી.
2012ની ચૂંટણી
વર્ષ 2012માં કોંગ્રેસના ઉમેદવાર ગેંદાળભાઈ ડામોરની અંદાજિત 26.000 વોટથી જીત થઇ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube