નર્મદા: સરદાર સરોવર ડેમની સપાટીમાં 24 કલાકમાં 2 મીટર 51 સેમીનો વધારો
ઉપરવાસમાં સતત પડી રહેલા વરસાદને કારણે રાજ્યના સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. ગત 24 કલાકમા નર્મદા ડેમની સપાટીમાં 2 મીટર 51 સેમીનો વધારો થયો છે. મહત્વનું છે, કે ગઇકાલે સાજે ડેમની સપાટી નર્મદા ડેમની જળ સપાટી 122.81 મીટર હતી. જે વધીને 125.32 મીટર પર પહોંચી છે.
જયેશ દોશી/નર્મદા: ઉપરવાસમાં સતત પડી રહેલા વરસાદને કારણે રાજ્યના સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. ગત 24 કલાકમા નર્મદા ડેમની સપાટીમાં 2 મીટર 51 સેમીનો વધારો થયો છે. મહત્વનું છે, કે ગઇકાલે સાજે ડેમની સપાટી નર્મદા ડેમની જળ સપાટી 122.81 મીટર હતી. જે વધીને 125.32 મીટર પર પહોંચી છે.
ઉપરવાસમાં છેલ્લા કેટલાક સમયથી સતત વરસાદ પડતો હોવાથી નર્મદા ડેમના જળ સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. જ્યારે હાલ પાણીની આવકમાં 89,206 ક્યુસેક પાણીની નવી આવક થઇ છે. જ્યારે કેનાલમાં 6000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.
દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદના કારણે રેલ વ્યવહાર પર માઠી અસર, 19ટ્રેનો રદ્દ
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ
સુરત ઉપરાંત વલસાડ, વાપી, વઘઈ, ડાંગ સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડ અને નવસારીમાં ખાબક્યો છે. ભારે વરસાદને પગલે વલસાડની ઔરંગા નદી હજી તેની ભયજનક સપાટીએ વહી રહી છે. વલસાડનો બંદર રોડ અને કૈલાસ રોડનો બ્રિજ હજી પણ બંધ છે.
છોટાઉદેપુર: સતત વરસાદને કારણે ઓરસંગ નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ ]
જુઓ LIVE TV :
ઔરંગા નદીમાં ઉપરવાસમાં વરસાદને પગલે નદીના બંને બ્રિજ પાણીમાં ગરકાવ થયા છે. નદીનું પાણી પટ છોડી અનેક વિસ્તારોમાં પહોંચી ગયા છે. ભાગડાવાડા, કાશ્મીર નગર, તરિયાવાડ, બરૂરિયાવાડ, ધમડાચી, નનાલીલાપોર જેવા વિસ્તારોમાં હજી વરસાદી પાણી ઓસર્યા નથી. નદીની સપાટી જોતા વલસાડના નીચાણવાળા વિસ્તારો લોકો સાવચેત રહેવા તંત્ર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.