દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદના કારણે રેલ વ્યવહાર પર માઠી અસર, 19ટ્રેનો રદ્દ

ગત ત્રણ દિવસોથી મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા વરસાદની સીધી અસર રેલ વ્યવહાર પર પડી છે. અમદાવાદમાંથી પસાર થઇ રહેલી 19 ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. જેમાં લાબા અંતરની 13 ટ્રોનોને રદ્દ કરવામાં આવી છે. જ્યારે 7 ટ્રેનોના રૂટમાં ફેરફાર કરીને ડાયવર્ટ કરવામાં આવી છે. અમદાવાદમાંથી પસાર થઇ રહેલી લાંબા અંતરની ટ્રેનો રદ્દ થવાને કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 

દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદના કારણે રેલ વ્યવહાર પર માઠી અસર, 19ટ્રેનો રદ્દ

અમિત રાજપુત/અમદાવાદ: ગત ત્રણ દિવસોથી મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા વરસાદની સીધી અસર રેલ વ્યવહાર પર પડી છે. અમદાવાદમાંથી પસાર થઇ રહેલી 19 ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. જેમાં લાબા અંતરની 13 ટ્રોનોને રદ્દ કરવામાં આવી છે. જ્યારે 7 ટ્રેનોના રૂટમાં ફેરફાર કરીને ડાયવર્ટ કરવામાં આવી છે. અમદાવાદમાંથી પસાર થઇ રહેલી લાંબા અંતરની ટ્રેનો રદ્દ થવાને કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

  • બાંદ્રા - જામનગર સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ રદ્દ, 
  • મુંબઈ - અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ રદ્દ 
  • દાદર - ભુજ એક્સપ્રેસ રદ્દ 
  • બાંદ્રા - બિકાનેર એક્સપ્રેસ રદ્દ 
  • દાદર - બિકાનેર એક્સપ્રેસ રદ્દ 
  • મુંબઈ - ઇન્દોર અવન્તિકા એક્સપ્રેસ રદ્દ
  • મુંબઈ - જયપુર સુપરફાસ્ટ રદ્દ 
  • બાંદ્રા - અમદાવાદ લોકશક્તિ એક્સપ્રેસ રદ્દ 
  • મુંબઈ - ઓખા સૌરાષ્ટ્ર મેલ રદ્દ 
  • મુંબઈ - રાજકોટ દુરંતો એક્સપ્રેસ રદ્દ 
  • મુંબઈ - ભાવનગર એક્સપ્રેસ રદ્દ 
  • મુંબઈ - અમદાવાદ ગુજરાત મેલ રદ્દ 
  • મુંબઈ - વડોદરા એક્સપ્રેસ રદ્દ
  • અમદાવાદ - કોલ્હાપુર એક્સપ્રેસ રદ્દ 
  • અમદાવાદ- બાંદ્રા  લોકશક્તિ એક્સપ્રેસ રદ્દ 
  • અમદાવાદ - બાંદ્રા ગુજરાત મેલ  રદ્દ 
  • બાંદ્રા - જોધપુર સુર્યનગરી એક્સપ્રેસ રદ્દ 
  • બાંદ્રા - ભુજ  એક્સપ્રેસ રદ્દ 
  • બાંદ્રા - ઉદેપુર એક્સપ્રેસ રદ્દ

સુરત ઉપરાંત વલસાડ, વાપી, વઘઈ, ડાંગ સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડ અને નવસારીમાં ખાબક્યો છે. ભારે વરસાદને પગલે વલસાડની ઔરંગા નદી હજી તેની ભયજનક સપાટીએ વહી રહી છે. વલસાડનો બંદર રોડ અને કૈલાસ રોડનો બ્રિજ હજી પણ બંધ છે.

ઔરંગા નદીમાં ઉપરવાસમાં વરસાદને પગલે નદીના બંને બ્રિજ પાણીમાં ગરકાવ થયા છે. નદીનું પાણી પટ છોડી અનેક વિસ્તારોમાં પહોંચી ગયા છે. ભાગડાવાડા, કાશ્મીર નગર, તરિયાવાડ, બરૂરિયાવાડ, ધમડાચી, નનાલીલાપોર જેવા વિસ્તારોમાં હજી વરસાદી પાણી ઓસર્યા નથી. નદીની સપાટી જોતા વલસાડના નીચાણવાળા વિસ્તારો લોકો સાવચેત રહેવા તંત્ર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news