રાજકોટ: દેતડીયા ગામમાં જમીન મુદ્દે સરપંચે 3 ગોળી મારીને કૌટુંબિક ભાઇની હત્યા કરી
રાજકોટ જિલ્લાના કોટડાસાંગણીના દેતડીયા ગામના સંરપંચે જ તેનૈ કૌટુમ્બિક ભાઇની હત્યા કરી હતી. જમીન મામલે સરપંચે 3 ગોળી મારીને પોતાના જ કૌટુમ્બિક ભાઇની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસે દેતડીયા ગામના સરપંચ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
રાજકોટ : રાજકોટ જિલ્લાના કોટડાસાંગણીના દેતડીયા ગામના સંરપંચે જ તેનૈ કૌટુમ્બિક ભાઇની હત્યા કરી હતી. જમીન મામલે સરપંચે 3 ગોળી મારીને પોતાના જ કૌટુમ્બિક ભાઇની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસે દેતડીયા ગામના સરપંચ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
ભાજપના નવા પ્રમુખ વિશે હાર્દિક પટેલની ટકોર, ભાજપને ગુજરાતમાં કોઈ ખમીરવંતો ગુજરાતી ન મળ્યો...
ઘટનાની વિગતે મળતી માહિતી અનુસાર રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણીના દેતડીયા ગામના સરપંચે જમીન બાબતે પોતાના જ કૌટુમ્બિક ભાઇને ધડાધડ એક પછી એક 3 ગોળીઓ મારીને ઢાળી દીધા હતા. આ ઘટનામાં ભરતભાઇ વાળા નામના શખ્સનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
પોલીસનો ગ્રેડ વધારવાનો મેસેજ ગેરમાર્ગે દોરવાનું ષડયંત્ર છે, ઉશ્કેરણી કરનારને છોડાશે નહિ : પોલીસવડા
ઘટના અંગે માહિતી મળ્યા બાદ કોટડાસાંગાણી LCB અને SOG પોલીનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. સમગ્ર મુદ્દે તપાસ આદરી હતી. પ્રાથમિક તપાસમાં જમીન મુદ્દે લાંબા સમયથી માથાકુટ ચાલી રહી હતી. જેના પગલે બંન્ને ભાઇઓ વચ્ચે પ્રાથમિક તબક્કે બોલાચાલી અને આખરે માથાકુટ લોહીયાળ ઘર્ષણમાં પરિણમી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર