હિમાંશુ ભટ્ટ/મોરબી :આજે શીતળા સાતમ નિમિતે મોરબીમાં મચ્છુ નદીના કાંઠે બિરાજતા શીતળા માતાજીના મંદિરનું ખાસ મહત્વ ગણાય છે. બાળકોને માતાજીનાં દર્શન કરાવવા માટે માટે અનેક પરિવારો તેમને અહીં લઈને દર્શનાર્થીઓ આવે છે. ના માત્ર મોરબી, પરંતુ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મહિલાઓ પોતાના સંતાનોની તંદુરસ્તી માટે અહી પ્રાર્થના કરવા આવે છે. તો મહિલાઓએ પોતાના બાળકો માટે માનેલી માનતાઓ પણ આજના દિવસે અહીં આવીને પૂરી કરે છે. ત્યારે બાળકો માટે મંદિરના પટાંગણના મેળો યોજાઈ છે, જેનો શીતળા માતાજીના મંદિરે આવતા ભક્તોને લાભ મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્રાવણ મહિનો એટલે કે તહેવારનો મહિનો કહેવામાં આવે છે. આ દરમ્યાન આજે શીતળા સાતમ હોવાથી ગામો ગામ શીતળા માતાજીના મંદિરે લોકો પોતાના નાના બાળકોને લઈને દર્શન કરવા માટે જતા હોય છે. તેવી જ રીતે મોરબીમાં વર્ષો પહેલા મચ્છુ નદીના કાંઠે શીતળા માતાજી પ્રગટ થયા હતા. જેના બાદ મોરબીના લોકોએ તેમની સ્થાપના કરી હતી. આજે આ મંદિર આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. મોરબી તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો અહીં દર શીતળા સાતમે આવે છે. 


આ પણ વાંચો : સરરર... સરરર.. મારું ચકડોળ ચાલે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બાળક બનીને ચકડોળમાં ફર્યાં, Photos



ખાસ કરીને નાના બાળકોને બોલવામાં કે પછી ચાલવામાં કોઈ તકલીફ હોય તો શીતળા માતાજીની માનતા રાખવાથી બાળકની તે તકલીફ દુર થાય છે તેવું અહીં માનવામાં આવે છે. તેમજ માતાજીના દર્શન કરવાથી ઓરી, અછબડા સહિતના રોગમાંથી પણ બાળકોને મુક્તિ મળે છે તેવુ પણ લોકો માને છે. તેથી માતાજીનાં દર્શન કરવા માટે મહિલાઓ બાળકોની સાથે આવે છે. સા શ્રીફળ, કુલેર સહિતની પ્રસાદી પણ લાવતા હોય છે. આટલું જ નહિ મંદિરના પટાંગણમાં બેસીને મહિલાઓ શીતળા માતાજીની વાર્તાનું શ્રવણ પણ કરે છે.



શીતળા સાતમના દિવસે ગુજરાતના અનેક મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળે છે. શ્રાવણ વદ સાતમનું ગુજરાતી પંચાગમાં વિશેષ મહત્વ છે. આજે મહિલાઓ શીતળા માતાને ભાવથી ભોગ લગાવવા મંદિરે પહોંચે છે. રાંધણ છઠના દિવસે ઘરે બનાવેલા વિવિધ પકવાનોના માતાને ભોગ ધરવામાં આવી રહ્યાં છે. લાડુ, ઢેબરાં, થેપલા, શીરાનો મંદિરમાં માતાને ભોગ લગાવવામાં આવી રહ્યો છે. વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોની ભીડ છે. સાથે જ પોતાના સંતાનો અને ઘરના તમામ સભ્યોનું આરોગ્ય જળવાઈ રહે તે માટે આ દિવસે પૂજન વિધિ ખાસ મહત્વ છે.