સૌરાષ્ટ્ર: ઉનાના ખજુદ્રામાં ગાજવીજ સાથે 1 કલાકમાં 3, રાજુલા-કોડીનારમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો
સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે. દરિયા કાંઠાના વિ્તારોમાં આજથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ચાલુ થયો છે. ઉનામાં દરિયાઇ પટ્ટીનાં ખાજુદ્રા ગામમાં એક કલાકમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. આથી ગામમાં પાણી પાણી થઇ ચુક્યું છે. આ ઉપરાંત દરિયાઇ પટ્ટીના સીમર, દાંડી, સેજલિયા, સૈયદ રાજપરા સહિતનાં ગામોમાં ધોધમાર વરસાદ આજથૂ શરૂ થયો છે.
રાજકોટ : સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે. દરિયા કાંઠાના વિ્તારોમાં આજથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ચાલુ થયો છે. ઉનામાં દરિયાઇ પટ્ટીનાં ખાજુદ્રા ગામમાં એક કલાકમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. આથી ગામમાં પાણી પાણી થઇ ચુક્યું છે. આ ઉપરાંત દરિયાઇ પટ્ટીના સીમર, દાંડી, સેજલિયા, સૈયદ રાજપરા સહિતનાં ગામોમાં ધોધમાર વરસાદ આજથૂ શરૂ થયો છે.
છોટાઉદેપુર નસવાડી પંચાયતના મહિલા સભ્યના પુત્રનો કેનાલમાં પગ લપસતા મોત
કોડીનાર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. રાજુલા શહેરમાં પણ મુશળધાર વરસાદ વરસતા રસ્તા પર પાણી ભરાઇ ગયા છે. નીચાવણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. રાજુલામાં 1 કલાકમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. કોડિનારમાં 2 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે તલાલા અને શિહોરમાં 1-1 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજકોટ શહેરમાં પણ ધોધમાર વરસ્યો હતો.
Gujarat Corona Update: રાજ્યમાં કુલ 1159 નવા દર્દી, 879 સાજા થઇને ઘરે ગયા
રાજકોટમાં ધોધમાર વરસાદ
રાજકોટમાં અસહ્ય બફારા બાદ બપોરે ધોધમાર વરાદ શરૂ થયો હતો. શહેરમાં યાજ્ઞિક રોડ, માધાપર ચોકડી, ગ્રીન લેન્ડ ચોકડી, સોરઠીયા વાડી સર્કલ, રૈયા ચોકડી, દૂધ સાગર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદ પડતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube