મયુર સાંઘી, સુરેન્દ્રનગર: ગુજરાતમાં 1400 કિલો ચાંદીની લૂંટનો મામલો સામે આવ્યો છે. રાજકોટ અમદાવાદ હાઈવે પર સાયલા નજીક ફિલ્મી ઢબે ચાંદીની લૂંટ કરવામાં આવી. અમદાવાદથી રાજકોટ એરપોર્ટ તરફ ગાડીમાં આ  ચાંદીનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો હતો.  હાલ લૂંટારુઓ ફરાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ રાજકોટ અમદાવાદ હાઈવે પર 3 કારમાં આવેલા લૂંટારુઓએ અંદાજીત 3.90 કરોડની કિંમતની ચાંદીની લૂંટ ચલાવી. પોલીસે ફરિયાદ દાખલ કરીને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. રાજકોટના રણછોડનગર વિસ્તારમાં આવેલ ન્યુ એર સર્વિસ કંપનીની કારને આંતરીને લૂંટ ચલાવવામાં આવી છે. આરોપીઓએ સાયલાથી અડધો કિલોમીટર દૂર મોર્ડન સ્કૂલ રોડ પર આ ઘટનાને અંજામ આપ્યો. ફરિયાદીની કારને આંતરી આરોપીઓએ પોલીસની ઓળખ આપી અને કહ્યું કે 'તમારી કારમાં દારૂ છે' તેમ કહી તપાસના બહાને ફરિયાદીને માર મારી લૂંટ ચલાવી. 


બોલેરો પિકપ કાર માંથી ડોળિયા નજીક થી 3 ગાડીઓ સાથે આવેલ શખ્સો ચાંદી નો જથ્થો લૂંટી ગયા. આ ઘટનાની જાણ થતા જ જિલ્લા પોલીસ વડા અને DYSP સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડ્યા હતા. હાલ ટેક્નિકલ અને હુમન રિસર્ચ ની ટિમોને કામે લગાવવામાં આવી છે. ચાંદીનો  આ જથ્થો અમદાવાદથી રાજકોટ એરપોર્ટ તરફ જતો હતો. લૂંટારુઓ અન્ય રાજ્યના હોવાની શંકાના આધારે રાજ્યની બોર્ડરો પણ સીલ કરવામાં આવી છે. 


16 વર્ષ બાદ પણ 19 મૃતકોની હજુ નથી થઈ શકી ઓળખ? આખરે કોણ હતા...યક્ષ પ્રશ્ન


ચોંકાવનારો ખુલાસો, આરોપી સાહિલનો પરિવાર પણ હત્યામાં સામેલ!, થયા હતા ગુપ્ત લગ્ન


મહાશિવરાત્રી પર ભૂલેચૂકે આ ફળ મહાદેવને અર્પણ ન કરતા, ઘરમાં ગરીબી કરશે પગપેસારો


અલગ અલગ 10 ટીમ બનાવવામાં આવી
આ મામલે રાજકોટ રેન્જ આઈજીની સૂચના મુજબ SPના સુપરવિઝન હેઠળ અલગ અલગ 10 ટીમો બનાવવામાં આવી છે. આ ટીમો દ્વારા આરોપીઓની શોધખોળ થઈ રહી છે. અંદાજીત 3.90 કરોડ  કિંમતની ચાંદીની લૂંટ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરીને આરોપીઓની શોધ આદરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube