Biparjoy Cyclone: બિપરજોય વાવાઝોડું જખૌ બંદરને ટકરાય તે પહેલા જ તેની ભયંકર અસર સમગ્ર વિસ્તારમાં જોવા મળી છે. તીવ્ર ગતિથી ફુંકાતા પવન અને ભારે વરસાદના કારણે જખૌ પોર્ટથી 500 મીટરના અંતરે આવેલા તમામ મકાનોને નુકસાન પહોંચ્યું છે. અહીં આવેલા કાચા મકાનોના છાપરા, પતરા ઉડવા લાગ્યા છે. તેમજ નળિયાવાળા મકાનોને પણ ભારે નુકસાન થયું છે. જો કે તંત્ર દ્વારા આ તમામ ઘરોને પહેલાથી જ ખાલી કરાવી દેવાયા હતા. તમામ સ્થાનિકોને નલિયામાં આવેલી મોડલ સ્કૂલ ખાતે ખસેડાયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


રાજકોટમાં બિપરજોય વાવાઝોડાની અસર શરુ, વરસાદ સાથે ભારે પવન ફુંકાયો, વૃશ્રો ધરાશાયી


વિનાશક વાવાઝોડાની વિચલિત કરતી સૌથી વરવી તસવીરો! લાખો લોકો ગુમાવી ચુક્યા છે જીવ


ખતરો વધુ નજીક આવ્યો : વાવાઝોડું આઉટર લાઈનને ટચ થયું, સાંજે આ સમયે ગમે ત્યારે આવશે


બિપરજોય વાવાઝોડું હવે જખો પોર્ટથી માત્ર 170 કિલોમીટર દુર છે અને વાવાઝોડાએ વિનાશ વેરવાનું શરુ પણ કરી દીધું છે. નલિયાથી જખો પોર્ટ તરફ જવાનો રસ્તો ભયજનક બની ગયો છે. રસ્તા ઉપર આવેલા લાઈટના થાંભલાઓને તીવ્ર ગતિથી ફુંકાતા પવનના કારણે નુકસાન થયું છે. આ સાથે જ પોર્ટથી લગભગ બે કિલોમીટરના અંતરે આવેલા લાઈટના થાંભલા નમી ગયા છે. સમગ્ર વિસ્તારમાં ભારે પવન ફૂંકાતા મોટા પાયે નુકસાન થવાની ભિતી સર્જાઈ છે. 



વાવાઝોડાની અસરના પગલે ગઈ કાલ રાતથી થોડીથોડી વારે વરસાદી ઝાપટા પડતા હોવાના કારણે પોર્ટની ત્રણ કિલોમીટર સુધીના માર્ગની આસપાસ પાણી ભરાયા ગયા છે. જખૌ પોર્ટ પર બિપરજોય વાવાઝોડું ટકરાશે તેને ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે એવામાં પોલીસ દ્વારા પોર્ટ અને તેની આસપાસના વિસ્તારોમાં પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે. કોઈપણ વ્યક્તિ પોર્ટ અને તેની પાંચ કિલોમીટર આસપાસ જોવા મળે તો તેને ત્યાંથી ખસેડવામાં આવી રહ્યા છે. સુરક્ષાના ભાગરુપે પોલીસે અહીં ચેકપોસ્ટ બનાવી છે.