Biparjoy Cyclone: ચક્રવાતી વાવાઝોડું બિપરજોય ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની નજીક પહોંચી રહ્યું છે. વાવાઝોડાની સૌથી વધુ અસર ગુજરાતના કચ્છ અને દ્વારકામાં જોવા મળશે. વાવાઝોડાની અસરના કારણે રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર આજે સાંજે કચ્છના જખૌ ખાતે વાવાઝોડું ટકરાશે. વાવાઝોડાના લેન્ડફોલ સમયે પવનની ઝડપ 125-135 કિમી પ્રતિ કલાકથી 150 કિમી પ્રતિ કલાક રહે તેવી આગાહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


સોમનાથમાં વોક-વે, લાઈટ એન્ડ સાઉન્ડ શો બંધ કરાયા, વાવાઝોડાને જોતા લેવાયો નિર્ણય


સંકટમાં દ્વારિકા નગરી! વાવાઝોડાને કારણે આ દિવસે બંધ રહેશે જગવિખ્યાત દ્વારકા મંદિર


હવાની ગતિ 45થી 50 કિમી પ્રતિ કલાક હોય તો રોકી દેવામાં આવે છે ટ્રેન, જાણો કારણ


આજે ગુજરાતના કચ્છ ઉપરાંત દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને ગીર-સોમનાથમાં 65-75 થી 85 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. વાવાઝોડાનું લેન્ડફોલ કચ્છના જખૌ ખાતે થાય તેવી આગાહી છે. જો વાવાઝોડું તીવ્ર રહેશે તો તેના ટકરાવાથી અસરગ્રસ્ત વિસ્તારમાં ભારે નુકસાની થઈ શકે છે. 


બિપરજોય વાવાઝોડાને લઈ માંડવી શહેરના જહાજ નિર્માતા સૌથી વધારે ચિંતિત છે. જહાજ નિર્માતાઓનું કહેવું છે કે વાવાઝોડાના કારણે તેમના ઉદ્યોગને સૌથી મોટું નુકસાન થઈ શકે છે. કારણ કે દરિયાકિનારે જે નિર્માણાધીન જહાજ છે તેને સરળતાથી ખસેડી શકાય નહીં. આવી સ્થિતિમાં તેમને લાખોનું નુકસાન થઈ શકે છે. હાલની સ્થિતિને જોતા જહાજ નિર્માતાઓનું કહેવું છે કે જો વાવાઝોડું તેમના જહાજોને નુકસાન પહોંચાડે છે તો તેઓ બરબાદ થઈ જશે. કારણ કે એક જહાજ પાછળ લાખો રુપિયા ખર્ચ થયા હોય છે.


જહાજ નિર્માણ સંબંધિત એક કાર્યશાળાના અબ્દુલ્લા માધવાનીના જણાવ્યાનુસાર, એક જહાજને બનાવવામાં લગભગ 2 વર્ષનો સમય લાગે છે. આ સિવાય જહાજ નિર્માણમાં 50થી 70 લાખનો ખર્ચ થાય છે. તેવામાં ચિંતા એ વાતની છે કે વાવાઝોડાના કારણે એ જહાજ નષ્ટ થઈ શકે છે જે પૂર્ણ થવાના આરે છે. તેના કારણે વર્ષની મહેનત અને 50થી વધુ લાખ રુપિયાનું નુકસાન થઈ શકે છે.