Biparjoy Cyclone: ગુજરાતમાં વાવાઝોડા બિપરજોયે તારાજી સર્જી છે. બિપરજોયનું લેન્ડફોલ કચ્છમાં થયું હતું અને તેના કારણે ભારે તારાજી સર્જાઈ છે. વાવાઝોડાના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે પવન ફુંકાયો હતો. તીવ્ર ગતિથી ફુંકાતા પવન સાથે વરસાદ પણ શરુ થયો હતો જેના કારણે કચ્છ જિલ્લામાં અનેક જગ્યાએ વૃક્ષ અને વીજપોલ ધરાશાયી થઈ ગયા હતા. કચ્છમાં 125 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો હતો. જેના કારણે વૃક્ષ સહિત અનેક વસ્તુઓ કાગળની જેમ હવામાં ઉડી ગઈ હતી.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


કચ્છ પર ત્રાટકેલા વિનાશક વાવાઝોડાના PHOTOs, તોફાની પવને ચારેતરફ નુકસાની વેરી


વાવાઝોડાના લેટેસ્ટ અપડેટ : ગુજરાત બાદ હવે રાજસ્થાન પર મોટી ઘાત, જાણો ક્યાં પહોંચ્યુ


દ્વારકાધીશ અને ભોળાનાથે ગુજરાતની કરી રક્ષા, નબળું પડ્યું શક્તિશાળી વાવાઝોડું બિપરજોય


વાવાઝોડાનું જ્યાં લેન્ડફોલ થયું હતું તેની આસપાસના વિસ્તારની સ્થિતિની વાત કરીએ તો જખૌ નજીક નલિયામાં ગઈકાલે રાત્રે 1 વાગ્યા સુધી માહોલ બિલકુલ શાંત થઈ ચૂક્યો હતો. પરંતુ ત્યારબાદ વહેલી સવારથી ફરીથી પવન સાથે ધોધમાર વરસાદ શરુ થઈ ગયો છે. 


બિપરજોય વાવાઝોડાની ભારે અસર નલિયા અને આસપાસના વિસ્તારોમાં જોવા મળી રહી છે. 15 જૂને વાવાઝોડાએ વર્તાવેલા કહેર બાદ આજે સવારથી પણ સમગ્ર વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. વરસાદની ગતિમાં સમયાંતરે વધઘટ થતી જોવા મળી રહી છે. 


વાવાઝોડાના કારણે નલિયા અને આસપાસના વિસ્તારોમાં સૌથી વધુ નુકસાન થયું છે. સમગ્ર વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થવા, મકાનના પતરા ઉડી જવા, કાચા મકાનોની દીવાલ પડી જવી જેવી ઘટનાઓ બની છે. વાવાઝોડા અને વરસાદના કારણે ભુજથી નલિયા સુધીની રોડ કનેક્ટિવિટીને નુકસાન પહોંચ્યું. કારણ કે ભુજથી નલિયા તરફ આવતા માર્ગોમાં અનેક વૃક્ષ ધરાશાયી થયા છે.