Cyclone Biparjoy Effect: એકવાર ફરીથી દ્વારકાધીશ અને ભોળાનાથે ગુજરાતની કરી રક્ષા!

Cyclone Biparjoy: એકવાર ફરીથી સોમનાથ અને દ્વારકાધીશે ગુજરાતની રક્ષા કરી છે. દ્વારકાધીશ અને સોમનાથ દાદાના આશીર્વાદ ગુજરાતને ફળ્યા છે. બિપરજોય વાવાઝોડાથી મોટાપાયે નુકસાન થવાની શક્યતા હતી. પરંતુ  ગુજરાત સરકારના આગોતરા આયોજનથી મોટું નુકસાન થતા બચી ગયું છે.

 Cyclone Biparjoy Effect: એકવાર ફરીથી દ્વારકાધીશ અને ભોળાનાથે ગુજરાતની કરી રક્ષા!

Cyclone Biparjoy: હવામાન વિભાગ (IMD) ના જણાવ્યાં મુજબ ગંભીર ચક્રવાતી તોફાન બિપરજોય રાત્રે 2.30 વાગે નલિયાથી 30 કિમી ઉત્તરમાં સૌરાષ્ટ્ર-કચ્છ ક્ષેત્રમાં કેન્દ્રિત હતું. તેના ઉત્તર પૂર્વ તરફ વધવાના અને 16 જૂનના રોજ સવાર સુધીમાં ચક્રવાતી તોફાનના નબળા પડવાના તથા સાંજ સુધીમાં દક્ષિણ રાજસ્થાનમાં ચક્રવાત ડિપ્રેશનમાં ફેરવાય તેવી અપેક્ષા છે. મધરાતે આ ચક્રવાતે ઉત્તર પૂર્વ તરફ મૂવ કર્યું હતું અને જખૌ બંદર, ગુજરાતની નજીક પાકિસ્તાન કાંઠા નજીક સૌરાષ્ટ્ર-કચ્છને પાર કરી ગયું હતું.

એક પણ મૃત્યુ નોંધાયું નથી
એકવાર ફરીથી સોમનાથ અને દ્વારકાધીશે ગુજરાતની રક્ષા કરી છે. દ્વારકાધીશ અને સોમનાથ દાદાના આશીર્વાદ ગુજરાતને ફળ્યા છે. બિપરજોય વાવાઝોડાથી મોટાપાયે નુકસાન થવાની શક્યતા હતી. પરંતુ  ગુજરાત સરકારના આગોતરા આયોજનથી મોટું નુકસાન થતા બચી ગયું છે. ગુજરાતમાં વાવાઝોડાથી એક પણ વ્યક્તિનું મૃત્યુ હાલ નોંધાયું નથી. આ અગાઉ પણ ગુજરાત પર આફતો આવી પણ સોમનાથ દાદા અને દ્વારકાધીશના આશીર્વાદથી મોટું નુકસાન થયું નહતું. ત્યારે આ વખતે પણ સોમનાથ દાદા અને દ્વારકાધીશના આશીર્વાદ ગુજરાતને ફળ્યા છે.

22 લોકો ઘાયલ
આ સાથે રાહત કમિશનર આલોક શર્માએ એમ પણ કહ્યું કે તોફાનના કારણે લગભગ 22 લોકો ઘાયલ થયા છે. હજુ સુધી કોઈના મોતના સમાચાર નથી. 23 પશુઓ માર્યા ગયા છે જ્યારે 524 ઝાડ ઉખડી ગયા છે અને કેટલીક જગ્યાએ વીજળીના થાંભલા પડી ગયા છે. જેના કારણે 940 ગામોમાં વીજળી નથી. 

કચ્છ જિલ્લા પર જોવા મળી ચક્રવાત બિપરજોયની ભારે અસર
બીજી બાજુ અસરની વાત કરીએ તો મોડી રાતથી વહેલી સવાર સુધી કચ્છમાં અતિભારે પવન ફુંકાયો. સમયાંતરે કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો. ચક્રવાત હાલ કચ્છ જિલ્લા તરફ આગળ વધી રહ્યું છે. 
ચક્રવાત વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાંથી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં ફેરવાયું. તબક્કાવાર વાવાઝોડાની તીવ્રતા ઘટી રહી છે. આજ સાંજ સુધીમાં વાવાઝોડું ડીપ્રેશનમાં ફેરવાઈ જશે--

આજે વરસાદની આગાહી
જખૌથી ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાએ પ્રવેશ કર્યો અને આખી રાત વાવાઝોડાએ કહેર વરસાવ્યો. વાત અહીં પૂરી નથી થતી. પવનની ગતિ તો ગઈ કાલ કરતાં ઘટી ગઈ છે. પરંતુ આજે ગુજરાતના 17 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં ખાસ કરીને પાટણ અને બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ આજે પડી શકે છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ,  પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ,  સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા અને અરવલ્લી પણ આજે વરસાદ પડી શકે છે.

20 જિલ્લાઓમાં આજે શાળાઓમાં રજા
બિપરજોય વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના 20 જિલ્લાઓમાં આજે શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. સાવચેતીના ભાગરૂપે જિલ્લા શિક્ષણ અધિકારીઓએ જાહેરાત કરી. અમદાવાદ, ગાંધીનગર વડોદરાની શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. સાબરકાંઠા, બનાસકાંઠા, કચ્છ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, સુરત, અરવલ્લી, મહેસાણાની શાળાઓમાં પણ આજે રજા જાહેર કરાઈ છે. બિપરજોય વાવાઝોડા પછી આજે ભારેથી અતિભારે વરસાદની આગાહીના કારણે શાળાઓમાં રજા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો.

બિપરજોય વાવાઝોડું નબળું પડ્યું
બિપરજોય વાવાઝોડું હવે નબળું પડ્યું છે. પવનની ગતિ 75થી 85 કિમીની આસપાસ રહેશે. સાંજ સુધીમાં વાવાઝોડું ડિપ્રેશનમાં ફેરવાશે. સાંજ સુધીમાં ડિપ્રેશન રાજસ્થાનમાં પ્રવેશ કરશે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડશે 

પતરા ઉડ્યા, વૃક્ષો પડ્યા
બિપરજોય વાવાઝોડાની અસરથી જોરદાર પવન ફૂંકાયો. પવન ફૂંકાતા નળિયા, પતરા અને વૃક્ષને નુકસાન થયું. અમરેલી, દ્વારકા, બનાસકાંઠા, અને કચ્છમાં પતરા અને નળિયા તૂટી ગયા હતા. જોરદાર પવન ફૂંકાતા નુકસાન થયું છે. જ્યાં જુઓ ત્યાંથી નુકસાનીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news