Rajkot Ahmedabad Highway: રાજકોટ અને અમદાવાદ વચ્ચે 215 કિમીનું અંતર છે. પરંતુ જો તમારે રાજકોટથી અમદાવાદ કોઈ અગત્યના કામે જવું હોય તો 4 કલાકનો સમય લાગશે તેવું ધારીને નીકળવાની ભુલ ન કરતાં. 6થી 7 કલાકનો સમય લાગશે તેવી ગણતરીએ વહેલા નીકળી જવું. જો તમે 201 કિમીને ધ્યાનમાં રાખશો તો ભરાઈ જશો. રાજકોટ અમદાવાદ હાઈવેને સિક્સલેન બનાવવાનું કામ વર્ષોથી ચાલે છે. પણ આ કામ છે કે પુરુ થવાનું નામ જ નથી લેતું. કામ પુરુ કરવાની બસ તારીખો પડે છે. જેમકે આ કામ પુરું થવાની છેલ્લે તારીખ 30 જૂન 2023 આપવામાં આવી હતી જે ગઈકાલે પુર્ણ થઈ. હવે આ કામ વર્ષના અંત સુધીમાં પુરુ થશે તેવું કહેવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


અંબાલાલ પટેલની આગાહી ચિંતાજનક, આ તારીખ સુધી ગુજરાતને ઘમરોળશે વરસાદ, ખાસ જાણો


ગુજરાતમાં અનેક ઠેકાણે આભ ફાટ્યા જેવી સ્થિતિ, આજે ભારે વરસાદની આગાહી ક્યાં તે જાણો


ચિંતાજનક આ આગાહીથી ઉડી જશે ઉંઘ! ગુજરાતના 4 જિલ્લાઓમાં રેડ એલર્ટ, 9માં ઓરેન્જ એલર્ટ


જ્યારે રાજકોટ અમદાવાદ વચ્ચે સિક્સલેન હાઈવે બનશે ત્યારે લોકોમાં હરખના ઘોડાપુર હતા પરંતુ હવે હાઈવેની હાલત અને ડાયવર્ઝનથી લોકો એટલા કંટાળી ગયા છે કે હવે લાગે છે કે પહેલા હતો એ રોજ જ બરાબર હતો. પહેલા 4 કલાકે તો અમદાવાદ પહોંચી જવાતું. હવે તો 6 કલાક થાય છે અને એમાં પણ જો અકસ્માત કે ટ્રાફિક જામ થયો તો 1 એક કલાક તો ટ્રાફિકમાં ફસાય રહેવાનું નક્કી સમજવું. 


લોકો પણ રાજકોટ અમદાવાદ હાઈવે પર ચક્રવ્યુહના કોઠાની જેમ ડાયવર્ઝન પાર કરે છે. સરકારી આંકડા અનુસાર સિક્સલેન હાઈવેની 155 કિલોમીટરની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને 45 કિલોમીટર જ બાકી છે. એટલે હવે હાલત એવી છે કે હાથી નીકળી ગયો પણ પુંછડી બાકી છે. હવે હાઈવેની આ પુંછડી લોકો માટે માથાનો દુખાવો બની છે. રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય દર્શિતા શાહે આ અંગે જણાવ્યું છે કે આ કામગીરી વર્ષના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. જેથી રાજકોટ અને સૌરાષ્ટ્રથી અમદાવાદ જતા લોકોને ફાયદો થશે. જો કે લોકો હાઈવેના કામથી એટલા કંટાળ્યા છે કે હવે તેમને ફાયદાની તો આશા નથી રહી પણ બસ વાહન સારી રીતે ચાલે, અકસ્માત વિના હેમખેમ ઘરે પહોંચી જવા તેવો સારો હાઈવે જોઈએ છે. 


રાજકોટના જે ઉદ્યોગપતિઓને અને નોકરી કરતાં લોકોને અગત્યના કામે અમદાવાદ જવું પડે છે તેમનું તો કહેવું છે કે ઠેરઠેર ડાયવર્ઝનથી નાકે દમ થઈ ગયો છે. આ હાઈવે પર અકસ્માત થતાં હતા એટલે તેને મોટો કરવા સરકારે સિક્સલેન માટે કામ શરુ કરાવ્યું પરંતુ હવે જે કામ ચાલે છે તેમાં લોકોના સમય અને નાણાનો તો વ્યય થાય જ છે પરંતુ સાથે જ અકસ્માતનું જોખમ વધી ગયું છે.