ચિંતાજનક આ આગાહીથી ઉડી જશે ઉંઘ! ગુજરાતના 4 જિલ્લાઓમાં રેડ એલર્ટ, 9માં ઓરેન્જ એલર્ટ

Gujarat Monsoon 2023: મધ્યપ્રદેશમાં સર્જાયેલા લો પ્રેશરનાં કારણે ગુજરાતમાં સારા એવા પ્રમાણમાં વરસાદ પડ્યો છે. સમગ્ર ગુજરાતમાં હાલ સરેરાશ 9 ઈંચ વરસાદ નોંધાયો છે. ત્યારે અત્યાર સુધી પડવો જોઈએ એના કરતા રાજ્યમાં 107 ટકા વધુ વરસાદ પડ્યો છે.

 ચિંતાજનક આ આગાહીથી ઉડી જશે ઉંઘ! ગુજરાતના 4 જિલ્લાઓમાં રેડ એલર્ટ, 9માં ઓરેન્જ એલર્ટ

Gujarat Monsoon 2023: અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે અને ગુજરાતની દશા બગાડી નાંખી છે. કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા તથા જૂનાગઢ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયા છે. અત્રે તમને જણાવી કે, રેડ એલર્ટ જાહેર કરતા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

મધ્યપ્રદેશમાં સર્જાયેલા લો પ્રેશરનાં કારણે ગુજરાતમાં સારા એવા પ્રમાણમાં વરસાદ પડ્યો છે. સમગ્ર ગુજરાતમાં હાલ સરેરાશ 9 ઈંચ વરસાદ નોંધાયો છે. ત્યારે અત્યાર સુધી પડવો જોઈએ એના કરતા રાજ્યમાં 107 ટકા વધુ વરસાદ પડ્યો છે. 1લી જુલાઈનાં રોજ ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવનાં છે. ત્યારે આવતીકાલથી સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં વરસાદ પડવાની સંભાવનાં ઓછી છે. અમદાવાદમાં છુટો છવાયા વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે. 

રેડ એલર્ટ વિસ્તારો
રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આગામી 24 કલાક ગુજરાત માટે ભારે બની રહેવાના છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ રહેશે. ત્યારે હવામાન વિભાગે કચ્છ, જામનગર અને દેવભૂમી દ્વારકા તથા જૂનાગઢ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરતા અહીં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગ આગાહી
વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ઉ. ગુજરાત અને મ. ગુજરાતમાં સામાન્ય વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે. લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશનથી વરસાદ પડ્યો છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. નવસારી, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ, આણંદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ જામનગર, દ્વારકા, પોરબંદર, અમરેલી, ભાવનગર, રાજકોટમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ અમદાવાદમાં સામાન્ય વરસાદની સંભાવનાં છે.

ઓરેન્જ એલર્ટ જાહેર કરાયો
આગામી 24 કલાક સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં ભારે વરસાદ પડવાની સંભાવનાં છે. ત્યારે હવામાન વિભાગે પોરબંદર, ગીર સોમનાથ અને આણંદ તેમજ વડોદરા સુરતમાં ભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ઓરેન્જ એલર્ટ જાહેર કરાતા 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે, તેમજ વહીવટી તંત્રને સતર્ક રહેવા સૂચના પણ અપાઇ છે. 

દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી 24 કલાક રાજ્યમાં વરસાદી માહોલ બની રહેશે. આગામી ત્રણ કલાક વીજળીના કડાકા ભડાકા સાથે મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ખેડા, મહીસાગર, અરવલ્લી, આણંદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુરમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ રહેશે. તેમજ આવતીકાલે છુટા છવાયા વરસાદની સંભાવનાં છે. ઉત્તર ગુજરાત અને મધ્યમ ગુજરાતમાં સામાન્ય વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે. લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશનથી વરસાદ પડ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news