Kutch : ગુરુવારે રાત્રે બિપરજોય વાવાઝોડું ગુજરાત ઉપર ત્રાટક્યું હતું. વાવાઝોડાએ કચ્છના જખૌ ખાતે લેન્ડફોલ કર્યો હતો. જેના કારણે કચ્છના જખૌ, માંડવી, ગાંધીધામ, નલિયા સહિતના વિસ્તારોમાં તારાજી સર્જાઈ છે. જખૌ અને આસપાસના વિસ્તારોમાં ગઈકાલ રાતથી જ અંધારપટ છવાયો છે. વાવાઝોડાના તાંડવ વચ્ચે એક દુઃખદ સમાચાર પણ સામે આવ્યા છે. વાવાઝોડામાં કોઈપણ વ્યક્તિ જીવ ન ગુમાવે અને તે સુરક્ષિત રહે તે માટે પોલીસ કર્મચારીઓ ખડે પગે જોવા મળ્યા હતા. તેવામાં ફરજ પર જ જખૌ મરીન પોલીસના એક કર્મચારીને હાર્ટ અટેક આવતા તેનું મોત નીપજ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


વાવાઝોડાના સંકટથી બચેલા દ્વારકાવાસીઓએ કહ્યું, દ્વારકાધીશે સંકટ પોતાની ઉપર લઈ લીધું


જામનગરમાં પણ જ્યાં જુઓ ત્યાં વિનાશ, વૃક્ષો ધરાશાયી થતા વાહનોને નુકસાન, હાઈવે બંધ


અભ્યાસમાં નિષ્ફળ ગયેલા કળિયુગી પુત્રએ માતા પર કાઢ્યો ખાર, માતાની કરી નાખી હત્યા


આ અંગે જાણવા મળતી વિગતો અનુસાર જખૌ મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઓ અનિલ જોશીને ગઈકાલે રાત્રે વાવાઝોડા દરમિયાન હાર્ટ એટેક આવ્યો હતો. મોડી રાત્રે તેઓ ફરજ પર હાજર હતા ત્યારે તેમને હાર્ટ એટેક આવ્યો અને તેમનું મોત થઈ ગયું. અનિલ જોશી મૂળ અંજારના રહેવાસી હતા. 


ગુરુવારે વાવાઝોડાના જોખમને ધ્યાનમાં રાખીને પોલીસ કર્મચારીઓ સતત ખડે પગે હતા. આ પોલીસ કર્મીઓમાંથી એક અનિલ જોશી પણ હતા. તેવામાં વાવાઝોડાના તાંડવ દરમિયાન ફરજ બજાવતા જ તેમનું મોત થતા પોલીસ બેડામાં પણ શોકની લાગણી છવાઈ છે.  અનિલ જોશી છ મહિના પછી નિવૃત્ત થવાના હતા.