Deveyat Khavad Bail Plea : લોકસાહિત્યકાર દેવાયત ખવડની મુશ્કેલીમાં વધારો થયો છે. દેવાયત ખવડનો જેલવાસ લંબાયો છે. દેવાયત ખવડે ચાર્જશીટ બાદ મુકેલી રેગ્યુલર જામીન અરજી પણ કોર્ટે ફગાવી છે. વચગાળાની જામીન અરજી બાદ રેગલ્યુલર જામીન અરજી પણ કોર્ટે ફગાવી છે. ત્યારે દેવાયત ખવડની શિવરાત્રિ પણ હવે જેલમાં જશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટમાં મારામારી કેસમાં ચાર્જ શીટ ફાઈલ થયા બાદ આરોપી ફરીથી અરજી કરી શકશે એવી કોર્ટે છૂટ આપી છે. તેથી દેવાયત ખવડે અરજી કરી હતી. પરંતુ થોડા દિવસ પહેલા દેવાયત ખાવડની નિયમિત જામીન અરજી હાઇકોર્ટે ફગાવી દીધી હતી. અગાઉ રાજકોટ સેશન્સ કોર્ટે દેવાયત ખવડના જામીન અરજી નામંજૂર કર્યા હતા, જેથી દેવાયત ખવડે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. પરંતુ હવે તેને અહીથી પણ ખાલી હાથે પાછા ફરવુ પડ્યુ છે. ગુજરાત હાઈકોર્ટે દેવાયત ખવડના જામીન નામંજૂર કર્યા હતા. 



શું હતો મામલો
દેવાયત ખવડ અને તેના સાથીદારોએ મળીને એક યુવક પર અગંત અદાવત રાખીને જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આ કલાકાર કલાકારી કરીને ફરાર થઈ ગયો હતો. રાણો રાણાની રીતે...શબ્દ કહીને ફેમસ થનારો રાણો હાલ ક્યાં ખોવાણો છે એ મોટો પ્રશ્ન છે. ફરાર દેવાયત ખવડની પોલીસ સાથે સાંઠગાંઠ છે, ખવડ પોલીસને પૈસા ખવડાવીને ક્યાંક સંતાઈ રહ્યો હોવાનો ઇજાગ્રસ્ત મયુરસિંહના પરિવારનો આક્ષેપ છે. એક તરફ તે ઉચ્ચ પોલીસ અધિકારીના પુત્ર માટે બર્થ-ડે વિશ માટે વીડિયો બનાવીને મોકલે છે અને બીજી તરફ તેની તપાસ કરી રહેલી પોલીસને તે મળતો નથી ગજબની વાત છે. લોક સાહિત્યકાર દેવાયત ખવડ 8 દિવસથી પોલીસથી નાસતો ફરે છે. જોકે રાજકોટના તત્કાલીન પીઆઇના પુત્રને વિડીયો મેસેજ દ્વારા બર્થ-ડે વિશ કરતા નવો વિવાદ શરૂ થયો છે. ગત 7 ડીસેમ્બરના રાજકોટના સર્વેશ્વર ચોક નજીક લોક સાહિત્યકાર દેવાયત ખવડે બિલ્ડર મયુરસિંહ રાણા પર પાઇપ વડે હુમલો કર્યો હતી. રાજકોટ એ-ડિવિઝન પોલીસે હત્યાના પ્રયાસની કલમ હેઠળ દેવાયત ખવડ સહિત 3 શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે. સાત દિવસ વીતી ગયા છતાં દેવાયત ખવડની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી નથી.