આત્મનિર્ભર દંપતિ : જીવનમાં કોઇની સામે હાથ નથી ફેલાવવા... એવા નિર્ધાર સાથે 70 વર્ષીય વૃદ્ધ દંપતિ ચલાવે છે બરફ ગોળાની લારી
Inspirational Couple : આ દાદા-દાદી છેલ્લા 40 વર્ષથી વતનમાં જ સ્થાયી થયા છે અને બરફના ગોળાની રેકડી ચલાવે છે. તેઓ આ ઉંમરે પણ આત્મનિર્ભર છે અને કોઈની સામે હાથ નથી ફેલાવવો તેવી ખુમારીથી જાતે કમાણી કરે છે.
Inspirational Couple : 70 વર્ષની ઉંમર સુધી પહોંચતા કોઈપણ વ્યક્તિ નિવૃત્ત જીવન જીવતા હોય છે. વર્ષો સુધી મહેનત કર્યા પછી વૃદ્ધાવસ્થામાં પૌત્ર-પૌત્રી સાથે આરામથી પસાર થાય તેવી ઈચ્છા દરેકની હોય પરંતુ મેવાસા ગામના એક દંપતિ એવા છે જેઓ છેલ્લા 40 વર્ષથી ખડેપગે રહી મહેનત કરી રહ્યા છે અને આજે 70 વર્ષની ઉંમરે પણ આ દાદા-દાદી વટથી પોતાનો વ્યવસાય ચલાવી આત્મનિર્ભર જીવન જીવે છે.
આ પણ વાંચો:
Rajkot:આ શાળામાં જન્મદિવસે વિદ્યાર્થી કરે છે યજ્ઞ, મોબાઈલથી દુર રહેવાનો લે છે સંકલ્પ
તમને પણ મળશે PM મોદીની સ્કૂલમાં ભણવાનો મોકો! જાણો કઈ રીતે લાગશે આ સ્કૂલમાં નંબર
Gujarat : લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપ આ શહેરને આપશે મેટ્રોની ભેટ
રાજકોટ જીલ્લાના જેતપુર મેવાસાના ગામના આ વૃદ્ધ દંપતિની ખુમારી જોવા જેવી હોય છે. જેતપુરના મેવાસા ગામે છેલ્લા 40 વર્ષથી મુક્તાબેન જેઠવા અને પ્રેમજીભાઈ જેઠવા બરફ ગોળાની લારી ચલાવીને કમાણી કરી રહ્યા છે. તેમને સંતાનમાં એક દીકરી અને દીકરો છે જે સુરત સ્થાયી થયો છે. પરંતુ આ દાદા-દાદી છેલ્લા 40 વર્ષથી વતનમાં જ સ્થાયી થયા છે અને બરફના ગોળાની રેકડી ચલાવે છે. તેઓ આ ઉંમરે પણ આત્મનિર્ભર છે અને કોઈની સામે હાથ નથી ફેલાવવો તેવી ખુમારીથી જાતે કમાણી કરે છે.
આ ઉંમરે પણ યુવાનોને શરમાવે તેવી સ્ફુર્તિથી દાદા બરફના ગોળા તૈયાર કરે છે અને દાદી બરફમાં સ્વાદ ભરે છે. 40 વર્ષ પહેલા આ દંપતિએ નક્કી કરી લીધું હતું કે તેઓ જાત ચાલશે ત્યાં સુધી કોઈની સામે હાથ નહીં લંબાવે. ત્યારે તે વાત પર આજે પણ તેઓ અડગ છે. આ ઉંમરે પણ તેઓ કલાકો સુધી ખડેપગે રહી અને ગોળા બનાવે છે. તેમને ત્યાં મળતાં બરફ ગોળાનો સ્વાદ પણ સ્થાનિકોને દાઢે વળગે છે.
70 વર્ષની ઉંમરે આ દંપતિ જે સ્ફુર્તિ સાથે કામ કરે છે તે જોઈને આંખો ચાર થઈ જાય. જે ઉંમરમાં લોકો નિવૃત થઈ આરામ કરવા લાગે છે તે ઉંમરે પણ તેઓ આત્મનિર્ભર બની કામ કરીને ઘર ચલાવે છે. આ વૃદ્ધ દંપતિ એવા લોકો માટે પણ ઉદાહરણ રુપ છે જેમના સંતાનો તેમને તરછોડે છે. આ વૃદ્ધ દંપતિ સાબિત કરે છે કે કોઈપણ ઉંમરે પગભર રહી શકાય છે.