તમને પણ મળશે PM મોદીની સ્કૂલમાં ભણવાનો મોકો! જાણો કઈ રીતે લાગશે આ સ્કૂલમાં નંબર

PM મોદી વડનગરની જે શાળામાં ભણ્યા હતા તેને બાળકો માટે 'પ્રેરણાકેન્દ્ર' તરીકે વિકસાવાશે. કેન્દ્ર સરકાર દ્વારા પીએમ મોદીના વતન વડનગરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા પ્રયાસ હાથ ધરાયો છે. જે અંતર્ગત પ્રેરણા કેન્દ્રનો પ્રારંભ કરાયો છે. 

તમને પણ મળશે PM મોદીની સ્કૂલમાં ભણવાનો મોકો! જાણો કઈ રીતે લાગશે આ સ્કૂલમાં નંબર

નવી દિલ્હીઃ ગુજરાત માટે ગૌરવ લેવા જેવા વધુ એક સમાચાર. ગુજરાતની એક શાળા જે બનવા જઈ રહી છે દેશના લાખો-કરોડો બાળકો માટે પ્રેરણાનું કેન્દ્ર. જીહાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નાનપણ પોતાના વતનમાં જે શાળામાં ભણ્યા હતા એ શાળાને બનાવવામાં આવશે પ્રેરણાકેન્દ્ર. ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલાં પીએમ મોદીના વતન વડનગર ગામમાં આવેલી શાળાને કેન્દ્ર સરકાર પ્રેરણાકેન્દ્ર તરીક વિકસાવશે. દેશના 740 જિલ્લામાંથી બે-બે બાળકો આ શાળામાં અઠવાડિયું પ્રેરણાત્મક વાતો સાંભળશે.

પ્રધાનમંત્રી મોદીના વતન વડનગરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે કેન્દ્ર સરકાર કવાયત કરી રહી છે. ગુજરાત સરકાર પણ પ્રધાનમંત્રી મોદીના વતન વડનગરમાં તૈયાર થતા વિવિધ પ્રોજેક્ટનું બારિકાઈથી મુલ્યાંકન કરીને તેના પર ધ્યાન આપી રહી છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન વડનગરને ટૂરિસ્ટ હોટસ્પોટ બનાવવાના કેન્દ્ર સરકારના આયોજનના ભાગરૂપે એક નવો પ્રોજેક્ટ અમલી બનાવાયો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત મોદી વડનગરની જે શાળામાં ભણ્યા હતા તેને પ્રેરણાકેન્દ્ર" તરીકે વિકસાવવામાં આવશે.

શું છે આ પ્રેરણા કેન્દ્ર પ્રોજેક્ટ?
પીએમ મોદી ગુજરાતની જે શાળામાં ભણીને મોટા થયા તે શાળાને બનાવવામાં આવશે પ્રેરણા કેન્દ્ર. પ્રેરણા' નામના આ નવા પ્રોજેક્ટ અંતર્ગત દેશના ૭૪૦ જિલ્લામાંથી બે-બે બાળકો સ્ટડી ટૂરના ભાગરૂપે આ શાળામાં એક અઠવાડિયા સુધી રોકાશે અને પ્રેરણાત્મક વાર્તા સાંભળશે. વડનગરની આ શાળા ૧૯મી સદીમાં બનેલી છે. જેને હવે પ્રેરણાદાયક સ્થળ તરીકે વિકસાવાશે.

શાળા સાથે જોડાયેલી યાદોઃ
વડનગરમાં આવેલી આ શાળા વર્ષ 1888માં બની હતી. અને વર્ષ 2018 સુધી આ શાળા કાર્યરત હતી. બાદમાં આર્કિયોલોજિકલ સરવે ઓફ ઈન્ડિયા દ્વારા તેનું રિડેવલપમેન્ટ હાથ ધરાયું હતું. ૫૦ અઠવાડિયા સુધી ચાલનારા પ્રેરણા પ્રોજેક્ટ હેઠળ દર અઠવાડિયે દેશભરમાંથી 30-30 બાળકોની બેચ વડનગરમાં પીએમ મોદીની શાળાની મુલાકાત લેશે.

સંસ્કૃતિ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ અહીં આવનારા બાળકોની સિલેકશન પ્રોસેસ હાથ ધરી દેવાઈ છે. બાળકોની પસંદગી માત્ર બુદ્ધિમત્તાના આધારે નહીં બલકે અલગ અલગ યોગ્યતાને આધારે કરવામાં આવશે.

વડનગરનો અઢી હજાર વર્ષથી પણ જૂનો ઇતિહાસ:
વડનગર ઐતિહાસિક રીતે મહત્ત્વનું શહેર છે જેનો ઈતિહાસ ૨૫૦૦ વર્ષ જૂનો હોવાનું મનાય છે. વડનગરના ઉત્ખનનમાં અત્યાર સુધીમાં અઢી હજાર વર્ષની સંસ્કૃતિના પુરાવા મળી આવ્યા છે. સાતમી સદીમાં ભારત આવેલા ચીનના પ્રવાસી હ્યુએન ત્સાંગના પ્રવાસવર્ણનાં પણ વડનગરનો ઉલ્લેખ છે. વડનગરમાં બૌદ્ધ ધર્મનો પણ પ્રભાવ હતો. ત્યાં જૈન સ્મારકો પણ છે, જે સોલંકી શાસકો વશના શાસકો દ્વારા બનાવાયા હતા. મહાભારતમાં તથા શાસ્ત્રો-પુરાણોમાં પણ વડનગરનું વર્ણન હોવાનું કહેવાય છે.

૫૦ અઠવાડિયા સુધી ચાલશે પ્રેરણા પ્રોજેક્ટઃ
પ્રેરણા' પ્રોજેક્ટ હેઠળ દર અઠવાડિયે દેશભરમાંથી ૩૦-૩૦ બાળકોની બેચ વડનગરમાં વડાપ્રધાન મોદીની શાળાની મુલાકાત લેશે. સંસ્કૃતિ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યાનુસાર સિલેક્શન પ્રોસેસ શરૂ થઇ ચૂકી છે અને બાળકોની પસંદગી માત્ર બુદ્ધિમતાના આધારે નહી પણ વિવિધ પ્રવૃત્તિઓના આધારે કરાશે.

વધુ નવા આકર્ષણોઃ
તેમને કોઇ લોકલ રેસિપી લાવવા અને તે વાનગી બનાવવા પણ કહેવાશે અને આ રીતે એક રેસિપી બુક તૈયાર કરાશે. વડનગરમાં ૧૩ હજાર સ્ક્વેર ફૂટમાં ત્રણ માળનું એક મ્યૂઝિયમ પણ આ વર્ષે ઓક્ટોબર સુધીમાં તૈયાર થઇ જશે. જયાં પ્રતિમાઓ, પ્રાચીન કાળના સિક્કા, ૩ડી ડિસ્પ્લે, ઇન્સ્ટોલેશન્સ સહિતના આકર્ષણો હશે. આ મ્યુઝિયમ સંસ્કૃતિ મંત્રાલય ગુજરાત સરકાર સાથે મળીને તૈયાર કરી રહ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news