Lashkar-e-Taiba Drugs Connection: મુંદ્રા બંદરેથી ઝડપાયેલા આશરે 3 હજાર કિલો હેરોઈનની તપાસમાં મોટા ખુલાસા થયા છે અને એવું જાણવા મળ્યું છે કે દેશમાં આતંકવાદી પ્રવૃત્તિઓને અંજામ આપનાર લશ્કરને ભંડોળ પૂરું પાડવા માટે નાર્કોટિક્સનો ઉપયોગ કરવામાં આવતો હતો. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ પૂરક ચાર્જશીટમાં ખુલાસો કર્યો છે કે હેરોઈનનું કન્સાઈનમેન્ટ જ્યારે દિલ્હી પહોંચ્યું ત્યારે તેને વેચવાથી મળેલા પૈસાથી લશ્કરને ભંડોળ પૂરું પાડવાની યોજના તૈયાર કરવામાં આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લશ્કર-એ-તૈયબા જેવા આતંકવાદી સંગઠનને મળવાના હતા રૂપિયા
સૂત્રોના જણાવ્યા અનુસાર સરહદ પાર બેઠેલા આતંકવાદીઓના હેન્ડલર્સ ડ્રગ્સ દ્વારા ભારતમાં કાર્યરત આતંકવાદી સંગઠનોને ફંડિંગ કરી રહ્યા છે. મુન્દ્રા પોર્ટ પરથી ઝડપાયેલ ડ્રગ્સનો મોટું કન્સાઈનમેન્ટ લશ્કર-એ-તૈયબા જેવા આતંકવાદી સંગઠનો માટે મોટું હથિયાર હતું. સપ્લીમેન્ટરી ચાર્જશીટમાં તપાસ એજન્સીએ કુલ 22 લોકો સહિતની કંપનીઓ પર આરોપ લગાવ્યો છે, જેમાંથી કેટલાક પાકિસ્તાન, અફઘાનિસ્તાન, દુબઈના આરોપીઓ સાથે સંકળાયેલા હતા જેઓ ડ્રગના વેપારમાં સામેલ હતા.


આ પણ વાંચો: દૂધની મલાઈ ફેંકવાની ભૂલ ભૂલથી પણ ન કરતા, જાણો ફાયદા અને ઉપયોગ
આ પણ વાંચો: Shani Uday:5 માર્ચથી આ લોકોને મળશે બમ્પર લાભ, શનિના આશીર્વાદથી થશે ભાગ્યોદય
આ પણ વાંચો: પહાડી વિસ્તારોમાં ફરવા માંગો છો તો આ છે બેસ્ટ ઓપ્શન, કુદરતી સૌદર્યનો છે ખજાનો


2021માં 3000 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું
તમને જણાવી દઈએ કે વર્ષ 2021માં અફઘાનિસ્તાનથી ઈરાનના માર્ગે મુંદ્રા બંદરે આવેલા જહાજમાંથી લગભગ 3000 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. NIAએ ગયા વર્ષે આ કેસમાં દિલ્હીમાં એક નાઈટ ક્લબ માલિકની ધરપકડ કરી હતી, જેણે ભારતમાં હેરોઈનની દાણચોરી કરવા માટે કોમર્શિયલ ટ્રેડ રૂટનો ઉપયોગ કર્યો હતો.


22 આરોપીઓ સામેની પૂરક ચાર્જશીટમાં NIAએ મુખ્ય આરોપી તરીકે હરપ્રીત સિંહ તલવાર ઉર્ફે 'કબીર તલવાર'નું નામ આપ્યું છે. અધિકારીએ જણાવ્યું હતું કે તલવારે ઘણી વખત દુબઈની મુલાકાત લીધી હતી અને મોટી માત્રામાં ભારતમાં ડ્રગ્સની દાણચોરી કરવા માટે દરિયાઈ માર્ગનો લાભ લેવાનો પ્રયાસ કર્યો હતો. કબીર તલવારની ગયા વર્ષે ઓગસ્ટમાં ધરપકડ કરવામાં આવી હતી. NIAએ ગયા વર્ષે 14 માર્ચે આ કેસમાં 16 વ્યક્તિઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. આ પછી, 29 ઓગસ્ટ 2022 ના રોજ, 9 નવ આરોપીઓ વિરુદ્ધ પ્રથમ પૂરક ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.


આ પણ વાંચો: આ મંદિરમાં મૂર્તિની નહીં પણ યોનિની થાય છે પૂજા, 3 દિવસ નદીનું પાણી થઈ જાય છે લાલ
આ પણ વાંચો: સુહાગરાતની Reels બાદ હવે સુહાગરાતનો આખેઆખો આલ્બમ વાયરલ
આ પણ વાંચો: Chanakya Niti: સ્ત્રી પોતાના પતિથી સંતુષ્ટ છે કે અસંતુષ્ટ? આ ઇશારાઓથી પડી જશે ખબર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube