Rajkot News દિવ્યેશ જોશી/રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકામાં જેમનો વેરો બાકી હોય તેવા લોકો માટે રાહતના સમાચાર છે. રાજકોટ મહાનગરપાલિકાના કુલ 600 કરોડ જેટલો વેરો મિલકત ધારકો પાસેથી વસુલવાનો બાકી છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા એક ખાસ સ્કીમ જાહેર કરવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા આજથી વન ટાઇમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ અમલી બનાવવામાં આવી છે. હવે 31 માર્ચ સુધીમાં જૂના બાકીદાર 10 ટકા રકમ ભરે અને સપ્ટેમ્બર સુધીમાં નવા વર્ષનો નિયમિત વેરો ભરી દે તો આગામી ચાર વર્ષ સુધી હપ્તાના આધારે બાકી વેરો ભરી શકશે. ચાર વર્ષ માટે અલગ અલગ હપ્તાની રકમ રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલે આ સ્કીમ વિશે જણાવ્યું હતું કે, આ સ્કીમ અંતર્ગત મિલકતધારક દ્વારા 31 માર્ચ 2023 સુધીમાં વોર્ડ ઓફિસ અથવા ઓનલાઇન નોંધણી કરાવીને મિલકત વેરા અથવા પાણી ચાર્જના બિલમાં દર્શાવેલ ચાલુ વર્ષની 2022-23ની વ્યાજ સહિત રકમના 100% અને એરિયર્સની વ્યાજ સહિત રકમના 10% રકમનો પ્રથમ હપ્તો ભરપાયી કરવાનો રહેશે. પ્રથમ હપ્તો ભરપાઇ કર્યા બાદ બાકી રહેલા એરિયર્સની વ્યાજ સહિતની રકમ મિલકતધારકે આગામી ચાર નાણાકીય વર્ષ દરમિયાન જે-તે નાણાકીય વર્ષના માગણા સાથે ભરપાઇ કરવાની રહેશે. જેમાં સન 2023-24માં 15 ટકા, 2024-25માં 25 ટકા, 2025-26માં 25 ટકા અને 2026-27માં બાકીના 25 ટકા એમ કુલ ચાર હપ્તામાં વિભાજિત કરવામાં આવશે. 


આ નિર્ણય લેવા પાછળનો હેતુ મહાનગરપાલિકાના તેઓએ જણાવ્યું કે, કોરોનાના કારણે પાછલા વર્ષોમાં કેટલાક મિલકત ધારકો વેરો ભરી શક્યા ન હતા. તેઓ પોતાનો વેરો કોઈ બોજ વગર ભરી શકે એટલા માટે આ યોજના લાવવામાં આવી છે. 


આ પણ વાંચો : 


આઝાદી બાદ પહેલીવાર અમૂલમાં ભાજપની સરકાર, જાણો કોણ બન્યા નવા ચેરમેન અને વાઈસ ચેરમેન?


ગુજરાતના ચાર શહેરો ઓકી રહ્યા છે ઝેરી હવા, અહીં શ્વાસ લીધો તો મર્યા સમજો


અમદાવાદ મહાનગર પાલિકાએ કરી જાહેરાત
અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે જે લોકોને ટેક્સ ભરવાનો બાકી છે તેમને 100 ટકા વ્યાજમાફી આપવામાં આવશે. એટલે કે જે લોકોએ ટેક્સની રકમ ભરી નથી અને વ્યાજ સાથે આ રકમમાં વધારો થઈ ગયો છે તો તેવા લોકોને રાહત મળશે. આ લોકોએ હવે ખાલી ટેક્સના પૈસા ભરવા પડશે. અમદાવાદ કોર્પોરેશનમાં ટેક્સ વિભાગમાં 3 હજાર કરોડ રૂપિયાનો ટેક્સ ભરવાનો બાકી છે. ટેક્સ ઉપર વ્યાજનો હિસાબ કરવામાં આવે તો 1300 કરોડ રૂપિયાનું વ્યાજ બાકી છે. 


45 દિવસ સુધી મળશે લાભ
અમદાવાદ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી વ્યાજ માફીની જાહેરાત 45 દિવસ સુધી લાગૂ રહેશે. આ સ્કીમ આવતીકાલ એટલે કે બુધવાર (15 ફેબ્રુઆરી) થી લાગૂ કરાશે. આ સ્કીમ લાગૂ થયાના 45 દિવસ સુધીમાં જે લોકોનો ટેક્સ બાકી છે અને તે ચુકવણી કરશે તો તેણે વ્યાજના પૈસા ભરવા પડશે નહીં. 


આ પણ વાંચો : 


‘સાસુએ મને કંઈ પીવડાવ્યું છે’ ચકચારી મોનિકા આપઘાત કેસમા ઓડિયો ક્લિપ બની મોટો પુરાવો


વેલન્ટાઈન સ્પેશ્યલ : સુરતના આ ગામમાં ૯૦ ટકા લોકો ત્રણ પેઢીથી ગામમાં જ કરે છે પ્રેમલગ