આ દુર્લભ બીમારીમાં મળે છે સીધું મોત, સુરત સિવિલમાં દાખલ થયો દર્દી
Stevens Johnson Syndrome : 10 લાખ લોકોમાંથી એકમાં હોય તેવી દુર્લભ બીમારીનો દર્દી સુરતની સિવિલ હોસ્પિટલમા દાખલ કરાયો
Stevens Johnson Syndrome ચેતન પટેલ/સુરત : સુરત નવી સિવિલ હોસ્પિટલમાં લાખોમાં એક એવી બીમારી જવલ્લે જ દેખાતી સ્ટીવન જોન્સન સિન્ડ્રોમના દર્દીને હોસ્પિટલના MISU વોર્ડમાં દાખલ કરી સારવાર આપવામાં આવી રહ્યું છે. આ રોગ 10 લાખમાંથી એક વ્યક્તિમાં જોવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત નવી સિવિલ હોસ્પિટલમાં લાખોમાં એક એવી બીમારી જવલ્લે જ દેખાતી સ્ટીવન જોન્સન સિન્ડ્રોમના દર્દીને હોસ્પિટલના MISU વોર્ડમાં દાખલ કરી સારવાર આપવામાં આવી રહ્યું છે. આ દર્દી વરાછા વિસ્તારમાંથી આવી સિવિલ હોસ્પિટલમાં પોતે જ દાખલ થયો છે. દર્દીને શુગર અને શ્વાસની તકલીફ સાથે વીસેક દિવસથી ટીબીની પણ દવા ચાલી રહી હતી. જેને પગલે તેને ટીબી વિભાગમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી છે. જોકે આ પ્રકારની બીમારી લાખોમાં એક જોવા મળે છે.
આ પણ વાંચો :
શાળામાં આસારામની આરતી ઉતારનાર આચાર્યએ માફી માંગતા કહ્યું કે, મારાથી ભૂલ થઈ ગઈ
રાજકોટ-અમદાવાદ હાઈવે પર ફિલ્મે ઢબે 1400 કિલો ચાંદીની લૂંટ, 'તમારી કારમાં દારૂ છે'...
સુરતમાં એક 19 વર્ષના વ્યક્તિને સ્ટીવન જોન્સન સિન્ડ્રોમ બીમારી હોવાનુ સામે આવ્યું છે. આ પહેલા પણ આ પ્રકારનો કેસ સુરતમાં આવ્યો હતો. ત્યારે ફરી એક દર્દી સુરતમાં જોવા મળ્યો છે. આ દર્દીને ગઈકાલે તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અને આ પ્રકારની બીમારી 10 લાખ લોકોમાંથી ફક્ત એક અથવા બે વ્યક્તિઓમાં જોવા મળે છે. જોકે આ બીમારી થવા પાછળનું કારણ વધુ પડતી દવાઓ લેવાના કારણે તેનું રિએક્શન થાય છે. છતાં આવી બીમારી હોય તો તેમાં 42 થી 50% કેસોમાં લોકોના મોત થઈ જાય છે.
આ વિશે સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ડો.ગણેશ ગોવકર કહે છે કે, આ પ્રકારની બીમારીઓમાં અલગ અલગ પ્રકારની ચામડીના રોગો હોય છે. આ પ્રકારની બીમારીઓમાં શરીર ઉપર સફેદ ચાંદા પડી જાય છે. અને હોઠ ઉપર પણ સફેદ ડાઘા આવી જાય છે. જેથી લોકો કોઈપણ દવા લે પરંતુ ડોક્ટરની સલાહ લેવા વગર તે દવા લેવાની જરૂરી નથી. ડોક્ટર સલાહ આપે તે પ્રમાણે દવા લેવી જરૂરી છે. નહિ તો આ પ્રકારની બીમારી થઈ શકે છે.
આ પણ વાંચો :
ગુજરાતના આ ગામમાં નણંદ ભાભી સાથે ફરે છે ફેરા! બહેન ઘોડીએ ચઢીને જાય છે ભાભીને પરણવા