Digital Fasting: મોબાઈલ ફોનના વળગણથી કોઈ બાકાત નથી. એક સમય હતો જ્યારે મોબાઈલ એકબીજા સાથે સંપર્ક જાળવવાનું માધ્યમ હતો. પરંતુ હવે લોકોને મોબાઈલ અને ખાસ કરીને રીલ્સનું એવું ઘેલું લાગ્યું છે કે પરિવારના લોકોનો પણ એકબીજા સાથેનો સંપર્ક ઘટવા લાગ્યો છે. એક રુમમાં બેઠેલા પરિવારના બધા જ સભ્યો એક એક ખૂણો પકડી મોબાઈલમાં વ્યસ્ત જોવા મળે છે. આ સ્થિતિ ઘરેઘરમાં જોવા મળે છે. કિસ્સા તો એવા પણ સામે આવે છે જ્યાં મોબાઈલની લત જીવલેણ સાબિત થાય છે. મોબાઈલ અને રીલ્સની આ માયાજાળ સમયનો અને સંબંધોનો બગાડ કરે છે તે વાત ખૂબ ઓછા લોકો સમજે છે. પરંતુ રાજકોટના એક ગૃહિણી આ વાતને બરાબર સમજી ગયા અને તેમણે અધિક મહિનામાં અનોખો ઉપવાસ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


ગઢવી પછી હવે કોનો વારો, કેબિનમાં મહિલાઓને બેસાડી રાખતા સરકારી બાબુઓમાં ફફડાટ ફેલાયો


અમદાવાદમાં રહેવું અંબાણીના એન્ટીલિયા જેવું મોંઘુ લાગશે, બાંધકામ ફી આટલી વધી


અમે અમારા સ્વજનોની લટકતી લાશો જોઈ હતી, મોરબી હોનારતના 44 વર્ષ પછી પણ દર્દ એવુ જ છે


વર્તમાન સમયમાં ઈંસ્ટા રીલ્સની માયાજાળ એવી ફેલાઈ છે કે લોકો રાતોરાત ફેમસ થવા સતત સોશિયલ મીડિયા સાથે જોડાયેલા રહેવા લાગ્યા છે. આવા લોકો પરિવારથી દુર થવા લાગે છે. આવી જ સ્થિતિ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મોવિયા ગામના એક મહિલાની હતી. તેમને પણ રીલ્સ જોવા, સોશિયલ મીડિયા વગેરેની લત લાગી ગઈ હતી. જો કે સમયસર તેઓ આ વાત સમજી ગયા. તેવામાં જ્યારે અધિકમાસની શરુઆત થઈ તો આ મહિલાએ ઈ ઉપવાસ શરુ કર્યા. એટલે કે અધિકમાસ શરુ થયો ત્યારથી તેમણે મોબાઈલનો ઉપયોગ સદંતર બંધ કરી દીધો. 


મોટાભાગે મોબાઈલની વાતમાં યુવાધનને ટોકવામાં આવે છે. પરંતુ મહિલાઓ પણ આ લત ધરાવે છે. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મોવિયા ગામના કીર્તિબેન ફિચડિયા પણ આવી જ રીતે મોબાઈલના વ્યસની બની ગયા હતા. તેમના જણાવ્યાનુસાર તેમને પણ ફોન પર સતત વાત કરવાની ટેવ પડી ગઈ હતી. ઘરના કામ કરતાં કરતાં પણ વારંવાર વ્હોટસએપ, ફેસબુક ચેક કરવા, કલાકો સુધી રીલ્સ જોવાની આદત પડી ગઈ હતી. તેથી આ આદતને છોડવા માટે તેમણે પુરુષોત્તમ મહિના દરમિયાન મોબાઈલનો ઉપયોગ સાવ બંધ કરી દેવાનું નક્કી કર્યું.


આ પણ વાંચો:


ઓલિમ્પિક માટે ગુજરાતે બનાવ્યું ગોલિમ્પિક, આ શહેરમાં બનશે 3000 મકાનોનું ઓલિમ્પિક ગામ


અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં સગીરા સાથે દુષ્કર્મ: ગર્ભ રહી જતાં થયો મોટો ખુલાસો


પુરુષોત્તમ મહિનામાં બધા ભક્તિ કરી ભોજન ન કરીને ઉપવાસ રાખે છે. પરંતુ કીર્તિબેન ફિચડિયાએ ભોજનના ઉપવાસની સાથે મોબાઇલ પણ ન અડવાનું નીમ લીધું છે. એટલે કે પુરુષોત્તમ માસમાં ઈ-ઉપવાસ કર્યા છે. તેમનું કહેવું છે કે મોબાઈલમાં સમયનો વડેફાટ થાય છે અને આ એક માસ દરમિયાન મોબાઈલનો ઉપયોગ ન કરવાથી તેમની મોબાઈલની લત પણ છૂટી જશે.