અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં સગીરા સાથે દુષ્કર્મ: ગર્ભ રહી જતાં થયો મોટો ખુલાસો

અમદાવાદ સોલા સિવિલમાં દર્દીની સાથે આવેલ સગીરા સાથે OT આસિસ્ટન્ટે દુષ્કર્મ આચરતા સગીરા ગર્ભવતી બની હતી. જે મામલે સોલા પોલીસે હોસ્પિટલનાં કર્મચારીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં સગીરા સાથે દુષ્કર્મ: ગર્ભ રહી જતાં થયો મોટો ખુલાસો

મૌલિક ધામેચા/અમદાવાદ: અમદાવાદમાં એક 17 વર્ષીય સગીરા પર દુષ્કર્મ અંગેની ફરિયાદ સોલા હાઇકોર્ટે પોલીસ સ્ટેશનમાં નોંધાઇ. જોકે સગીરાએ પણ સમાજના ડરથી ભૃણને ત્યજી દીધું. જેને પગલે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. જોકે આ મહિલાની તપાસ કરતા આખોય મામલો સામે આવ્યો.

પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ છે મહેશ ઠાકોર છે. આરોપી મહેશ છેલ્લા ઘણા સમયથી અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં વોર્ડ બોય તરીકે ફરજ બજાવતો હતો. જેની પર બળાત્કારનો આરોપ લાગતા સોલા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

જો ઘટના અંગે વાત કરીએ તો અગાઉ શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ભ્રુણ મળી આવવાના કેસમાં એક મહિલાની પૂછપરછ કરવામાં આવી અને હકીકત સામે આવી કે મહેશ ઠાકોર સાથે પ્રેમ સંબંધ રાખનાર મહિલાનું આ ભૃણ ત્યજી દેવામાં આવ્યું હતું. જેથી કરી સમાજમાં આબરૂ ઓછી ન થાય. ઘટના અંગે વાત કરીએ તો અમદાવાદની 17 વર્ષીય સગીરા ગત વર્ષ 2022 માં નવેમ્બર મહિનામાં સોલા સિવિલ હોસ્પિટલમાં તેની દાદીની આંખોની સારવાર માટે આવી હતી અને સારવાર ચાલુ હોય જેના કારણે તે ત્રણ દિવસ હોસ્પિટલમાં જ રોકાઈ હતી તે સમયે હોસ્પિટલમાં વોર્ડ બોય તરીકે કામ કરતો 20 વર્ષીય મહેશ ઠાકોર તેને મળ્યો હતો અને મહેશ ઠાકોરે સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી અને હોસ્પિટલમાં જનરલ વોર્ડની બાજુમાં આવેલા એક રૂમમાં લઈ જઈ તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું. જે ઘટના બાદ સગીરા ગર્ભવતી બનતા ભૃણનો નિકાલ કરી દેવાયો હતો.

સગીરાએ એ સમયે આઠ મહિનાના બાળકને તેણે જન્મ આપી પરિવાર અને સમાજના ડરથી કે ત્યજી દીધું હતું. જે મામલે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અને હવે આ મામલે સગીરા પર દુષ્કર્મ ગુજારનાર વોર્ડ બોય સામે ગુનો દાખલ કરી સોલા પોલીસે તેની ધરપકડ કરી છે.

મહત્વનું છે કે આ બનાવ ત્યારે સામે આવ્યો જ્યારે સગીરાને પૂછપરછ કરવામાં આવી તે દરમ્યાન તેણે હોસ્પિટલમાં તેની સાથે બનેલી સમગ્ર હકીકત જણાવી હતી અને અંતે આ સમગ્ર બાબતને લઈને સોલા હાઇકોર્ટ પોલીસ મથકે મહેશ ઠાકોર સામે દુષ્કર્મ અને પોકસોની કલમો હેઠળ ગુનો દાખલ કરાયો હતો. હાલ તો આ મામલે પોલીસે ગુનો દાખલ કરી સોલા સિવિલ હોસ્પિટલના વોર્ડબોય મહેશ ઠાકોરની ધરપકડ કરી વધુ પુરાવાઓ એકત્ર કરવાની અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news