ગૌરવ દવે, રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માટી કૌભાંડમાં તપાસ રિપોર્ટ બાદ હવે આક્ષેપબાજી શરૂ થઈ ગઈ છે. બહુચર્ચિત માટી કૌભાંડમાં સિન્ડિકેટ બેઠકમાં રજીસ્ટ્રાર જતીન સોનીને ક્લીન ચીટ આપવામાં આવી છે. આ સમગ્ર કૌભાંડ અંગે દોષનો ટોપલો કોન્ટ્રાક્ટર અને કર્મચારી પર ઢોળવામાં આવ્યો છે. જેથી કોન્ટ્રાક્ટરને 1 લાખનો દંડ ફટકારી બ્લેકલીસ્ટ કરી દેવામાં આવ્યો છે. સાથે સિન્ડિકેટ સભ્યોએ આપેક્ષ કર્યો કે રાજકીય રાગ-દ્વેષમાં જતીન સોનીનો કોંગ્રેસે મુદ્દો બનાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તપાસ કમિટીમાં કોંગ્રેસના સભ્ય હરદેવસિંહ જાડેજાએ કહ્યુ કે, બહુમતીના જોરે જતીન સોનીને ક્લીનચીટ આપવામાં આવી છે. જતીન સોની સહિતના લોકો સામે કાર્યવાહી કરવા અંગે રિપોર્ટ રજૂ કર્યો હતો. તો સિન્ડિકેટ સભ્ય ધરમ કાંબલિયાએ આપેક્ષ કર્યો કે તપાસ ચાલી રહી હતી ત્યારે કેમ જતીન સોનીએ રાજીનામું આપ્યું. સિન્ડિકેટ સભ્યોએ નૈતિકતા ન દાખવી જતીન સોનીને ક્લિનચીટ આપી છે. 


આ પણ વાંચોઃ વેરાવળ : મજૂરે જોયાજાણ્યા વગર ખાધી એવી ઝેરી માછલી કે ગણતરીના કલાકોમાં થયુ મોત


શું છે સમગ્ર વિવાદ
મહત્વનું છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્પોર્ટ કોમ્પલેક્ષ 7.50 લાખનું માટી કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જેમાં માટી નાખવા માટે ટ્રેક્ટરના બદલે કારના નંબર લખતા ઓડિટ રિપોર્ટમાં ભાંડો ફૂટ્યો હતો. માટી કૌભાંડ આચર્યાના જતીન સોની પર આક્ષેપ થયા છે. પરંતુ હાલ તો સિન્ડિકેટ બેઠકમાં જતીને સોનીને ક્લીન ચીટ મળતા આક્ષેપબાજી શરૂ થઈ છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube