વેરાવળ : મજૂરે જોયાજાણ્યા વગર ખાધી એવી ઝેરી માછલી કે ગણતરીના કલાકોમાં થયુ મોત

ગુજરાતમાં માછલી ખાઈને ફૂડ પોઈઝનિંગ થયુ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વેરાવળ બંદરે 4 પરપ્રાંતિય મજૂરોએ ભૂલથી એવી માછલી ખાધી કે, તેમાંથી એકનો જીવ ગયો છે. આ માછલી પફર ફિશ છે. ભારતમાં પફર ફિશ (puffer fish) થી મોત થયુ હોવાનો આ પહેલો કિસ્સો છે. આ ઘટના ગત વર્ષ 2020 ની છે. આ મામલે CIFT તરફથી રિસર્ચ કરવામાં આવ્યું હતું. જેના દાવાને અંતે માન્યતા મળી છે. મજૂરનુ મોત પફર ફિશ ખાવાને કારણે થયુ હોવાનો દાવો સાચો સાબિત થયો છે.
વેરાવળ : મજૂરે જોયાજાણ્યા વગર ખાધી એવી ઝેરી માછલી કે ગણતરીના કલાકોમાં થયુ મોત

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં માછલી ખાઈને ફૂડ પોઈઝનિંગ થયુ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વેરાવળ બંદરે 4 પરપ્રાંતિય મજૂરોએ ભૂલથી એવી માછલી ખાધી કે, તેમાંથી એકનો જીવ ગયો છે. આ માછલી પફર ફિશ છે. ભારતમાં પફર ફિશ (puffer fish) થી મોત થયુ હોવાનો આ પહેલો કિસ્સો છે. આ ઘટના ગત વર્ષ 2020 ની છે. આ મામલે CIFT તરફથી રિસર્ચ કરવામાં આવ્યું હતું. જેના દાવાને અંતે માન્યતા મળી છે. મજૂરનુ મોત પફર ફિશ ખાવાને કારણે થયુ હોવાનો દાવો સાચો સાબિત થયો છે.
 
સમગ્ર ભારતમાં ગુજરાતનો દરિયા કિનારો સૌથી લાંબો છે. જેમાં સૌથી વધુ પફર ફિશ જોવા મળતી હોય છે. એક અહેવાલ પ્રમાણે ગુજરાતના દરિયાકાંઠે પફર ફીશની અંદાજે 11 પ્રજાતિ જોવા મળે છે. આ પફર ફિશ માનવો માટે જીવલેણ ગણાય છે. જો તેને યોગ્ય રીતે રાંધવામાં ન આવે તો તે ખાનાર વ્યક્તિનો જીવ લઈ શકે છે. ગત વર્ષે વેરાવળ બંદર ખાતે ચાર પરપ્રાંતિય મજૂરોએ પફર ફિશ ખાધી હતી. જેના બાદ તેમની તબિયત લથડી હતી. જેમાઁથી એક મજૂરનુ મોત (food poisioning) નિપજ્યુ હતુ. પરંતુ આ બાદ CIFT (Central Institute of Fisheries Technology) સંસ્થા દ્વારા આ અંગેની તપાસ કરાઈ હતી. જેમાં એક વર્ષ બાદ રિસર્ચ ટીમને મોટી સફળતા મળી છે. 

મજૂરનું મોત પફર ફીશથી ફૂડ પોઈઝનિંગને કારણે થયુ હોવાનો ખુલાસો થયો છે. ગુજરાતમાં જ નહીં પરંતુ દેશમાં પફર ફીશ ખાવાને કારણે પ્રથમ મોત થયાની પુષ્ટિ થઈ છે. અનેક દેશોમાં પફર ફિશ ખાવાથી લોકોના જીવ ગયા છે. જોકે, તે ઓન રેકોર્ડ સાબિત થયુ નથી. 

ફર ફીશની અંદર ટેટ્રોડોટોક્સિન (Tetrodotoxin) નામનું ઝેર હોય છે, જે સાઇનાઇટથી 1500 ગણું વધારે ઘાતક છે. આ ઝેર માછલીના લીવર અને અંડાશયમાં સંગ્રહાયેલું રહે છે. આ માછલી ખાવાની 15 મિનિટમાં વ્યક્તિનું મોત થઈ શકે છે. તેથી જ તેને અલગ રીતથી રાંધવામાં આવે છે. તેને બનાવવાની ખાસ પ્રોસેસથી તેની અંદરનું ઝેર દૂર થઈ જાય છે. તેના બાદ જ તે ખાવુ હિતાવહ ગણાય છે. પરંતુ અનેક લોકો માછલીના આ પ્રકાર અને તેને બનાવવાની રીતથી અજાણ હોય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news