રાજકોટ શહેર બન્યું આકર્ષણનું કેન્દ્ર; લહેરાયો 250 ફૂટ લાંબો તિરંગો, 1 કિમી દૂરથી જ જોઈ શકાય
હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા માટે રાજકોટની સિલ્વર હાઈટ્સ સોસાયટીના બિલ્ડિંગ ઉપર 250 ફૂટ લાંબો તિરંગો લહેરાવવામાં આવ્યો
ઝી બ્યુરો/રાજકોટ: સમગ્ર દેશમાં આજથી હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત થઈ છે. ત્યારે રાજકોટમાં રાજ્યનો સૌથી ઊંચો ત્રિરંગો લાગ્યો છે. 15મી ઓગસ્ટને લઈને રાજકોટવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતની સૌથી ઊંચી રેસીડેન્સીયલ ઇમારત પર ત્રિરંગો લગાવવામાં આવ્યો છે.
ગુજરાતમાં મેઘરાજા આ તારીખ પછી તોફાની બેટિંગ કરશે, વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી
150 ફૂટ રિંગરોડ પર આવેલા સિલ્વર હાઇટ્સ એપાર્ટમેન્ટમાં ત્રિરંગો લગાવવામાં આવ્યો છે. આ ત્રિરંગો 250 ફૂટ અને 75 મીટર લાંબો અને 24 ફૂટ પહોળો છે. તમને જણાવી દઈએ કે આ બિલ્ડિંગ પર છેલ્લા 2 વર્ષથી આ ત્રિરંગો લગાવવામાં આવે છે. સિલ્વર હાઈટ્સમાં લગાવાયેલો ત્રિરંગો દૂર દૂર સુધી દેખાઈ રહ્યો છે. જેના કારણે રાજકોટ શહેર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
ગુજરાત યુનિ.ના કૌભાંડો અંગે ગુજરાત સરકાર ગંભીર, ગમે ત્યારે છૂટી શકે છે તપાસના આદેશ
આ વિશે મળતી માહિતી પ્રમાણે, રાજકોટમાં 250 ફૂટ લાંબો તિરંગો લહેરાવવામાં આવ્યો છે. આ તિરંગાની પહોળાઈ 24 ફૂટ છે તેમજ 22 માળના બિલ્ડિંગ પર લગાવાયો છે. જે 1 કિમી દૂરથી પણ જોઈ શકાય છે. રાજકોટ શહેરના નાના મવા રોડ પર આવેલી સિલ્વર હાઈટ્સ સોસાયટીના બિલ્ડિંગ ઉપર આ તિરંગો લહેરાવવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જે સૌરાષ્ટ્રની સૌથી ઊંચી બિલ્ડિંગ છે.
Share Market: નવા સપ્તાહમાં કેવી રહેશે બજારની ચાલ? જાણો કયા શેર પર રહેશે સૌની નજર
નોંધનીય છે કે, ગુજરાતના દરેક જિલ્લાઓના લોકો આ અભિયાનમાં ઉત્સાહ પૂર્વક ભાગ લઈ દેશભક્તિના રંગે રંગાયા છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના શહેરમાં લોકોએ ઘરો તેમજ ઓફિસ અને બિલ્ડિંગો ઉપર તિરંગો લહેરાવ્યો છે. ત્યારે રાજકોટમાં સૌરાષ્ટ્રનો સૌથી ઉંચો તિરંગો લગાવાયો છે.