• દક્ષિણ ગુજરાત કરતા સૌરાષ્ટ્ર-કચ્છની પાંચ બેઠકો પર બંને પક્ષોની સૌથી વધુ નજર છે. આ બેઠકો પર સૌની નજર છે. કારણ કે, મુખ્યમંત્રીએ ખુદ આ બેઠકોની જવાબદારી લીધી છે.


ઝી મીડિયા/બ્યૂરો :આજે ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર પેટાચૂંટણી (byelection) યોજાઈ રહી છે. ત્યારે 8 પૈકી સૌરાષ્ટ્ર-કચ્છની 5 બેઠકનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્ર કચ્છની 5 બેઠકો પૈકી 4 બેઠકો પર મતદારોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારે 7 વાગ્યાથી તમામ બેઠકો પર મતદાન શરૂ થયું છે. ત્યારથી લઈને વાત કરી એ તો, મોરબી, લીંબડી, અબડાસા અને ગઢડા બેઠક પર મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચૂંટણી પંચના આંકડા મુજબ સવારે 9.30 વાગ્યા સુધી મોરબીમાં 12.56%, અબડાસામાં 11%, ધારીમાં 6.29%, લીંબડીમાં 13.11%  અને ગઢડામાં 11.82% મતદાન નોંધાયું છે. પાંચેય બેઠકના સમીકરણ પર નજર કરીએ તો ધારીમાં અન્ય બેઠકો કરતા ધીમી ગતિએ મતદાન ચાલી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બંને પક્ષોની નજર સૌરાષ્ટ્ર-કચ્છની 5 બેઠકો પર 


સૌરાષ્ટ્ર-કચ્છની પાંચ બેઠકો પર ગ્રામ્ય વિસ્તારોના મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં લોકોના મત નિર્ણાયક સાબિત થઈ શકે છે. દક્ષિણ ગુજરાત કરતા સૌરાષ્ટ્ર-કચ્છની પાંચ બેઠકો પર બંને પક્ષોની સૌથી વધુ નજર છે. આ બેઠકો પર સૌની નજર છે. કારણ કે, મુખ્યમંત્રીએ ખુદ આ બેઠકોની જવાબદારી લીધી છે. 


ધારીમાં થોડું ધીમી ગતિએ મતદાન ચાલી રહ્યું છે. પરંતુ બાકીની ચાર બેઠકો પર પૂરજોશમાં મતદાન ચાલી રહ્યું છે. ચૂંટણી પંચનું દરેક કલાકે અપડેટ થતુ હોય છે. જેમાં બતાવે છે કે સૌરાષ્ટ્ર કચ્છમાં અન્ય બેઠકો પર ઝડપી મતદાન છે. જ્યારે કે ધારી પર ધીમુ મતદાન છે. 



સ્વામીનારાયણ સંતોએ મતદાન કર્યું 
આજે લોકોની સાથે સંતો પણ મતદાન કરવા મતદાન બૂથ પર પહોંચ્યા હતા. ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન અને એસપી સ્વામી અને સંતો દ્વારા મતદાન કરાયું હતું. લોકશાહીની પ્રક્રિયાને મજબૂત કરવા મતદાન કરવું જરૂરી છે. ગુજરાતનો સર્વાગી વિકાસ થાય તેવા હેતુ સાથે સ્વામીનારાયણ સંતોએ મતદાન કર્યું. ત્યારે એસપી સ્વામીએ કહ્યું હતું કે, દરેક મતદારોએ મતદાન કરવું જોઈએ. તો ગઢડા સ્વામિનારાયણ મંદિરના ચેરમેન હરજીવન સ્વામી અને સંતોએ પણ મતદાન કર્યું. લોકોને લોકશાહીના પર્વમાં પોતાના મતાધિકારનો ઉપયોગ માટે કરવા તેઓએ અપીલ કરી. સાથે જ ગઢડાના વિકાસ અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવેશની આશા વ્યક્ત કરી હતી.