હેમલ ભટ્ટ/ગીર-સોમનાથ :ક્રિસમસના મિની વેકેશન (Christmas Vacation) માં ફરવા માટે સૌરાષ્ટ્ર હોટ ફેવરિટ સ્થળ બન્યું છે. હાલ સૌરાષ્ટ્રમાં સોમનાથ, સાસણગીર અને દીવ (Diu) માં પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટ્યું છે. નાતાલ અને થર્ટી ફસ્ટને લઈને દીવ, સાસણ અને સોમનાથની હોટેલો અને ગેસ્ટ હાઉસો હાઉસ ફૂલ બન્યા છે. રાજ્ય બહારથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગુજરાત (Gujarat tourism) માં આવ્યા છે. જેમાં સોમનાથ, દ્વારકા જેવા મંદિરોમાં પણ માનવ કિડયારુ ઉભરાયું છે. આ મિની વેકેશન છેક જાન્યુઆરીના પહેલાં સપ્તાહ સુધી ચાલશે.


ગાંધીજીને ખ્રિસ્તી ધર્મ સ્વીકારવાની થઈ હતી ઓફર, ત્યારે આપ્યો હતો આ જવાબ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોમનાથ
દેશના પ્રથમ જ્યોર્તિલિંગ એવા સોમનાથ મહાદેવ મંદિરમાં નાતાલની રાજાઓને લઈ શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું છે. સોમનાથ મંદિરે આવતા પ્રવાસીઓને કોઈ તકલીફ ન પડે તેના માટે ટ્રસ્ટ દ્વારા પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શાંતિથી લોકોને દર્શનનો લાભ મળે. આ મિની વેકેશન દરમિયાન વધારે ભીડ હોઈ લાઈટ એન્ડ સાઉન્ડ શોના બે શો કેન્સલ કરી દેવામાં આવ્યા છે. આમ તો સોમનાથ મંદિર ઝેડ પ્લસ સિક્યુરિટીથી સજ્જ છે. પરંતુ નાતાલના મિની વેકેશનને લઈ પૂરતા બંદોબસ્તથી મંદિરની સુરક્ષા પણ ગોઠવી દેવામાં આવી છે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને.


પ્રવાસીઓથી ઉભરાયુ દીવ
ગીર સોમનાથ જિલ્લાને અડીને આવેલા પ્રવાસન સ્થળ દીવ હાલ ટુરિસ્ટોથી ઉભરાયું છે. દીવના આકર્ષક બીચો અને ઐતિહાસિક કિલ્લો પાણીકોઠા સહિતના સ્થળો ટુરિસ્ટોની પહેલી પસંદ બન્યા છે. જેના કારણે દીવની તમામ હોટેલો અને ગેસ્ટ હાઉસ 31 ડિસેમ્બર સુધી હાઉસફૂલ બન્યા છે. રોજના 50 હજાર જેટલા સહેલાણીઓ નાગવા બીચ અને કિલ્લાની મુલાકાત લઈ રહ્યાં છે. જેને લઈને નાના મોટા ધંધાર્થીયો અને હોટેલ માલિકો ખુશખુશાલ બન્યા છે. 


રાજકોટ 2008 કલેક્ટર ઓફિસ તોડફોડ મામલો : કોંગ્રેસના ટોચના 10 નેતાઓને 1 વર્ષની સજા ફટકારાઈ


સાસણગીર
સાસણ ગીરમાં પણ સિંહના દર્શન કરવા પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છે. ગીર તરફ જનારા પ્રવાસીઓનો પ્રવાહ અવિરત ચાલુ રહ્યો છે.


દ્વારકા
રજાઓના કારણે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યાં છે અને દ્વારકાની તમામ હોટલો ધર્મશાળાઓ સહિતના સ્થળો પર પ્રવાસીઓ નજરે ચડી રહ્યાં છે. હાલ ઠંડીના માહોલમાં પણ રાજ્ય બહારથી પ્રવાસીઓ વધ્યા છે. ચારેતરફ પ્રવાસીઓ જ નજરે ચઢી રહ્યાં છે. આ કારણે દ્વારકાના રોડ-રસ્તાઓ પર પણ ટ્રાફિક જોવા મળી રહ્યો છે. દ્વારકા ઉપરાંત નાગેશ્વર, બેટદ્વારકા સહિતના સ્થળો પર પણ પ્રવાસીઓ પહોંચી રહ્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....