ગાંધીજીને ખ્રિસ્તી ધર્મ સ્વીકારવાની થઈ હતી ઓફર, ત્યારે આપ્યો હતો આ જવાબ
Trending Photos
નવી દિલ્હી :રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પોતાના બ્રિટન અને દક્ષિણ આફ્રિકા મુસાફરી દરમિયાન અનેક ખ્રિસ્તીઓના સંપર્કમાં આવ્યા હતા. ભારત પરત ફર્યા બાદ આઝાદીની લડાઈના દિવસોમાં દેશ-દુનિયાભરમાં તેમના ખ્રિસ્તી મિત્રો રહ્યા હતા. આ તમામમાંથી એક મિત્રએ તેમને ખ્રિસ્તી ધર્મ અપનાવવા આગ્રહ કર્યો હતો. પરંતુ અપ્રત્યક્ષ રીતે.... આ આગ્રહને ગાંધીજીએ નકારી કાઢ્યો હતો. આજનો દિવસ ક્રિસમસ દિવસ તરીકે ઉજવાય છે. પશ્ચિમ સમાજમાં આ દિવસ બહુ જ ખાસ હોય છે. આ પ્રસંગે એક એવી રસપ્રદ વાત કરવી જરૂરી બને છે, જે મહાત્માં ગાધીના ધર્મ પરિવર્તનની બાબત સાથે જોડાયેલી છે.
એક મિત્રનો આગ્રહ નકારતા તેમણે એક પત્ર લખ્યો હતો. તે પત્રમાં તેમણે સ્પષ્ટ કહ્યું કે, તેઓ ઈસા મસીહને માનવતાના સાચા શિક્ષક માને છે. પરંતુ તેમ છતા તેઓ એ વાતથી સહમત નથી કે, તેઓ અંતિમ શક્તિ છે. એવું કંઈ પણ નથી, જેને કારણે તેઓએ આ ધર્મ અપનાવવો જોઈએ. ગાંધીજીએ લખેલો આ પત્ર 6 એપ્રિલ, 1926ના રોજ અમેરિકામાં 50,000 ડોલર એટલે કે લગભગ સાડા ત્રણ કરોડની કિંમતે હરાજી કરવામાં આવ્યો હતો.
તમામ ધર્મોને સન્માન આપતા હતા ગાંધીજી
તમામ ધર્મોને સમાન ભાવથી જોનારા ગાંધીજી એવુ માનતા હતા કે, તમામને પોતાના ધાર્મિક રીત-રિવાજ માનવાના આઝાદી છે. આ જ કારણ છે કે, જ્યારે દેશમાં ધર્માંતરણનો સમય ચાલી રહ્યો હતો, ત્યારે પણ ગાંધીજીએ પોતાના એક પ્રિય અમેરિકન મિત્ર અને ધાર્મિક નેતા મિલ્ટન ન્યૂબરી ફ્રાન્ટ્સનો આ પ્રસ્તાવ નકારી કાઢ્યો હતો.
ગુજરાતના આશ્રમમાં મળ્યો હતો પત્ર
ગુજરાતના સાબરમતી આશ્રમમાં રહેતા દરમિયાન મિલ્ટનનો એક પત્ર ગાંધીજીને મળ્યો હતો. જેમાં તેઓએ ખ્રિસ્તી ધર્મને સર્વોચ્ચ બતાવતા ગાંધીજીને આ મામલે વિચાર કરીને ધર્મ પરિવર્તન કરવાનું સૂચન આપ્યું હતું. એટલું જ નહિ, મિલ્ટને ગાંધીજીને ક્રિશ્ચ્યાનિટી પર વાંચવા માટે અનેક વાંચનસામગ્રી પણ મોકલી હતી.
ગાંધીજીએ શું જવાબ આપ્યો....
આ પત્રનો જવાબ આપતા ગાંધીજીએ લખ્યું હતું કે, પ્રિય મિત્ર, મને નથી લાગતું કે, હું તમારા પ્રસ્તાવિત પંથને માની શકીશ. હકીકતમાં, ખ્રિસ્તી ધર્મમાં કોઈ પણ અનુયાયીને એવુ માનવુ હોય છે કે, જિસસ ક્રાઈસ્ટ જ સર્વોચ્ચ છે. પરંતુ હું મારા તમામ પ્રયાસો છતા પણ આ અનુભવી શક્તો નથી. પત્રમાં ગાંધીજી લખે છે કે, તેઓ માને છે કે ઈસા મસીહ માનવતાના મહાન શિક્ષક છે, પ્રણેતા રહ્યાં છે. પરંતુ શું તમને નખી લાગતું કે ધાર્મિક એકતાનો મતલબ તમામ લોકોને એક ધર્મ માનવો નથી, પરંતુ તે તો તમામ ધર્મોને ઈજ્જત આપવાનું શીખવાડે છે.
50 હાજર ડોલરમાં થઈ હરાજી
ઝાંખી થઈ ગયેલી શાહીથી લખાયેલ આ પત્ર 1960થી ઉત્તરી અમેરિકાના પેનસિલ્વેનિયાના રાબ કલેક્શનની શોભા વધારતું રહ્યું છે. જોકે, આ પહેલા વર્ષોથી આ પત્ર ન્યૂયોર્કના એક ઈતિહાસકાર પાસે સચવાયેલું હતું. દાયકાઓ બાદ રાબ કલેક્શને ગત વર્ષે ગાંધીજી દ્વારા લખાયેલ આ પત્ર 92 વર્ષ જૂનો પત્ર 50 હજાર ડોલરમાં હરાજી કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે