કેતન બગડા/અમરેલી: છેલ્લા 30 વર્ષથી સાવરકુંડલા બાયપાસનો પ્રશ્ન લટકતો હતો. વેપારીઓ વાહન ચાલકો અને રાહદારીઓ માટે માથાના દુખાવા સમાન સમસ્યાનો ઉકેલ આજે આવી ગયો છે અને કેન્દ્રીય મંત્રી રૂપાલાએ લોકાર્પણ કરી ખુલ્લો મુક્યો છે. રૂપિયા 29 કરોડના ખર્ચે આ બાયપાસ બન્યો છે. આ લોકાર્પણમાં કેન્દ્રિયમંત્રી પરષોત્તમ રૂપાલા, અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા,વિધાનસભા ના ઉપદંડક કૌશિક વેકરિયા હાજર રહ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અદાણી ટોપ-30 ધનિકોની યાદીમાંથી બહાર, એક મહિનામાં આખું સામ્રાજ્ય હચમચી ગયું


સાવરકુંડલા શહેરની મધ્યમાંથી છેલ્લા 30 વર્ષથી સ્ટેટ હાઇવે પસાર થતો હતો અને 30 વર્ષથી લોકોની માંગ હતી. વેપારીઓની માંગ હતી તે તે માગણીનો અંત આજે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ બાયપાસને ખુલ્લો મુક્યો હતો. આ બાયપાસથી સાવરકુંડલા શહેરમાં ભારે વાહનોની અવર જવર હતી તે અવર જવર બંધ તંગી જશે. સાવરકુંડલા શહેરમાં ભારે વાહનો પસાર થતા તેનાથી અનેક વખત નાના મોટા અકસ્માત સર્જાયા હતા અને લોકોના મોત પણ થયા હતા.ત્યારે પરષોત્તમ રૂપાલા એ આ બાબતે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે....


ગુજરાતમાં ક્યાંય ના હોય તેવી સ્કૂલ-કોલેજનું આ શહેરમાં થશે નિર્માણ, કરોડોનો થશે ખર્ચ


સાવરકુંડલા માં છેલ્લા 30 વર્ષથી બાયપાસ શરૂ કરવાની માંગણી એ લોકોની મુશ્કેલીનો અંત આવ્યો છે રાહદારીની મુશ્કેલીનો અંત આવ્યો છે વાહન ચાલકોની મુશ્કેલી નો અંત આવ્યો છે આમ એક જ ધડાકે અનેક સમસ્યાઓના ઉકેલનો અંત લાવવાનું આજે સુંદરકામ કરવામાં આવ્યું છે સાવરકુંડલાના ધારાસભ્ય એ જણાવ્યું હતું.


દરેક રાજ્યમાં PM નરેન્દ્ર મોદીનું મંદિર બનશે, આ બોલિવૂડ એક્ટરે કરી જાહેરાત


સાવરકુંડલા વેપારી એસોસિએશન દ્વારા કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા નું સ્વાગત કરવામાં આવ્યું અને અભિવાદન પણ કરવામાં આવ્યું કારણકે શહેરમાંથી હેવી ડ્યુટી અને કન્ટેનરો નીકળતા હતા જેના કારણે કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે કેટલાય અકસ્માતો થયા છે અને રોડના બંને સાઇડ વેપારીઓની દુકાનો હોય ધૂળની ડમરીઓ પણ વેપારીઓ અને ગ્રાહકોએ સહન કરી છે જે સમસ્યાનો ઉકેલ આવતા વેપારી એસોસિયેએશને ગુજરાત સરકારનો આભાર માન્યો છે અનેક લોકોના આશીર્વાદ સમાન આ કામ થયું છે.


રેપ શૂટ દરમિયાન માધુરી સાથે રણજીતે કર્યું હતું આ કૃત્ય, સૌથી મુશ્કેલ રેપ રીના રોય...


બાયપાસ લોકાર્પણ પ્રસંગે આ વિસ્તારના સંસદ સભ્ય કાછડીયા ગુજરાતના નાયબ ઉપદંડક કૌશિકભાઈ વેકરીયા રાજુલા ના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સહિતના ભાજપના કાર્યકર્તાઓ હોદ્દેદારો અને સરકારી અધિકારીઓની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ હતી અને આ માથાના દુખાવા સમાન કાયમી સમસ્યાનો ઉકેલ લાવતા ઉપસ્થિત તમામના ચહેરા ઉપર એક હાશકારો જોવા મળ્યો હતો.