દરેક રાજ્યમાં PM મોદીનું મંદિર બનશે, આ બોલિવૂડ એક્ટરે કરી જાહેરાત, જાતે જ કરાવશે નિર્માણ
નરેન્દ્ર મોદી છેલ્લા 9 વર્ષથી દેશના પ્રધાનમંત્રી છે. માત્ર ભારત જ નહીં પરંતુ વિદેશમાં પણ તેમની ખુબ લોકપ્રિયતા છે. નાના બાળકોથી લઈને અનેક મોટા-મોટા લોકો પણ પીએમ મોદીના ફેન છે. આ વચ્ચે એક અભિનેતાએ દેશભરમાં તેમનું મંદિર બનાવવાની જાહેરાત કરી છે.
Trending Photos
પટનાઃ Har Rajya Me Banega PM Modi ka Mandir: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ઝડપથી વધી રહી છે. તાજેતરમાં જ એક સર્વેમાં સામે આવ્યું છે કે પીએમ મોદી દુનિયાના સૌથી લોકપ્રિય નેતા તરીકે ઉભરી આવ્યા છે. આ સર્વેમાં તેણે જો બાઇડેન અને ઋષિ સુનકને પણ પાછળ છોડી દીધા હતા. આ દરમિયાન એક બોલિવૂડ એક્ટરે પીએમ મોદીને લઈને મોટી જાહેરાત કરી છે.
હકીકતમાં બેગૂસરાય નિવાસી બોલીવુડ અભિનેતા ફૂલ સિંહે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું મંદિર દરેક રાજ્યોમાં બનાવવાની જાહેરાત કરી છે. આ વાતની જાહેરાત તેમણે પટના એરપોર્ટ પર ફ્લાઇટથી ઉતર્યા બાદ વાત કરી. તેમણે કહ્યું કે અભિનેતા ફૂલ સિંહ તેની શરૂઆત પહેલા મુંબઈથી કરશે અને ત્યારબાદ બિહાર સહિત અન્ય રાજ્યોમાં પણ તે પ્રધાનમંત્રીનું મંદિર બનાવશે. નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં બિહાર પ્રકોષ્ઠના ભાજપ અધ્યક્ષ છે અને અમિત શાહની રેલીમાં સામેલ થવા પહોંચ્યા છે.
ફૂલ સિંહે કહ્યુ કે નરેન્દ્ર મોદી માત્ર મનુષ્ય નથી, પરંતુ એક વિચારનું નામ છે. તેમનામાં એક ખાસ શક્તિ છે, જેના આધારે કાશી વિશ્વનાથથી દેશના મંદિરોનો ચહેરો બદલાઈ ગયો છે. ફૂલ સિંહે કહ્યું કે હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે એક મંદિર બનાવી રહ્યો છું, જ્યાં લોકો તેમને ઓળખી શકશે અને વર્ષો સુધી તેમની પૂજા કરી શકશે. ફૂલ સિંહે કહ્યું કે બિહાર તેમનું જન્મસ્થળ છે અને મહારાષ્ટ્ર તેમનું કાર્યસ્થળ છે, એટલા માટે હું બંને જગ્યાએ પહેલા મંદિર બનાવીશ.
ફૂલ સિંહે બિહાર સરકાર પર નિશાન સાધતા કહ્યુ કે બિહારના લોકોને દરેક જગ્યાએ ગાળો સાંભળવા મળે છે, અમે પણ ગાળો સાંભળી છે. તેમણે કહ્યું કે દરેક રાજ્યોના મુખ્યમંત્રી જ્યાં વિકાસની વાતો કરે છે, ઉદ્યોગ લગાવવાની વાતો કરે છે, પરંતુ આપણા મુખ્યમંત્રી જાતિગત વસ્તી ગણતરી કરાવી રહ્યાં છે. તેમણે કહ્યું કે સુશાંત સિંહ રાજપૂત મામલા પર જેમણે રાજનીતિ કરી તેનો અંજામ ખુબ ખરાબ થયો. આજે સ્થિતિ એવી છે કે તેમની સરકાર ચાલી ગઈ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે