Savarkundla: સિંહના મૃતદેહમાંથી 7 નખ ગુમ થતા વનવિભાગ દ્રારા તપાસ શરૂ
સાવરકુંડલા (Savarkundla) રેન્જમાં આવેલા મીતીયાળા રેન્જમાં આવેલા અભ્યારણ (Sanctuary) માંથી ચાર દિવસ પહેલા એક સિંહ (Lion) નો મૃતદેહ મળી આવ્યો હતો જેમાં સિંહના સાત જેટલા નખ ગુમ થયા છે.
કેતન બગડા, અમરેલી: સાવરકુંડલા (Savarkundla) રેન્જમાં આવેલા મીતીયાળા રેન્જમાં આવેલા અભ્યારણ (Sanctuary) માંથી ચાર દિવસ પહેલા એક સિંહ (Lion) નો મૃતદેહ મળી આવ્યો હતો જેમાં સિંહના સાત જેટલા નખ ગુમ થયા છે. આ ઘટનાની જાણ થતા વન વિભાગ (Forest Department) દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
સાવરકુંડલા (Savarkundla) ના મિતિયાળા અભયારણ્ય (Sanctuary) માંથી ચાર દિવસ પહેલાં વ્યક્તિને એક સિંહનો મૃતદેહ મળ્યો હતો કામરુ દેશમાં શ્રીનાથ જેટલા નખ ગુમ થયા છે મૃતદેહ મળ્યો ત્યારે વૃદ્ધ એને પીએમની કાર્યવાહી દરમિયાન વનવિભાગને જાણ થતા ૧૮ નખમાંથી સાત જેટલા નખ સિંહના ગુમ થયા છે આ ઘટનાની જાણ થતાં વનવિભાગ દ્વારા અભયારણ્ય અને આસપાસના વિસ્તારોમાં તપાસ કરવામાં આવી રહી છે.
Instagram ઉપર જ્વેલર્સમાં લૂંટની સ્ટોરીનો બનાવ્યો હતો પ્લાન, 4ની ધરપકડ
જ્યારે કોઈપણ સિંહ (Lion) નું મોત થાય છે અથવા વનવિભાગ (Forest Department) ને સિંહના મૃતદેહ મળે છે ત્યારે વનવિભાગ સૌપ્રથમ સિંહ ના પગ માં આવેલ નખની તપાસ કરતા હોય છે. ત્યારે સાવરકુંડલા (Savarkundla) તાલુકાના મીતીયાળા અભ્યારણ્યમાં ચાર દિવસ પહેલા સિંહનો એક મૃતદેહ મળી આવ્યો હતો જેમાં સિંહના 18 નખમાંથી 7 નખ ગુમ થયા હતા.
Ayurveda ચિકિત્સા પદ્ધતિનો વ્યાપ વધારવા ITRA અને ગુજરાત સરકાર વચ્ચે થયા M.O.U
આ ઘટનાની જાણ થતા વનવિભાગ (Forest Department) દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને અલગ અલગ દિશાઓમાં આની તપાસ શરૂ કરી દીધી છે સિંહના મૃતદેહ માંથી કઈ રીતે ન કાઢવામાં આવ્યા કે કોઈ બીજી રીતે નખ નીકળી ગયા છે કે નહીં તેની પૂર્ણ પૂર્વક તપાસ વન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.
આ ઘટનાની જાણ થતા વનવિભાગ દ્વારા આ વિસ્તારમાં સ્કેનિંગ પણ કર્યું હતું પરંતુ સાત જેટલા નખ કોણ લઇ ગયું અને આ સાત જેટલા નખ ક્યારે સિંહના પંજામાંથી ગાયબ થયા તે એક તપાસનો વિષય બની ગયો છે જૂનાગઢના સીસીએફ વસાવડાએ માહિતી આપી હતી કે કુલ ૧૮ નખમાંથી સિંહના સાત જેટલા નખ ગુમ થયા છે અને આ ઘટનાની સંપૂર્ણ તપાસ વનવિભાગ દ્વારા હાલ કરવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube