કેતન બગડા, અમરેલી: અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં છેલ્લા 100 વર્ષથી દિવાળીની રાત્રીએ પારંપારિક યુદ્ધ છેડાય છે. આ યુદ્ધને ઈંગોરિયાના યુદ્ધ તરીકે ઓખળવામાં આવે છે. જેમાં દિવાળીની રાત્રે યુવાનો સામસામે આવીને એકબીજા પર સળગતા ઈંગોરિયા ફેંકે છે. ત્યારે આ યુદ્ધને જોવા માત્ર સારવકુંડનાની આસપાસના ગોમો જ નહિં પરંતુ દુનિયા ભરમાંથી લોકો ઉમેટી પડે છે. સાવરકુંડલા દૂનિયામાં એક માત્ર એવુ ગામ છે જ્યાં શિવાકાશીના ફટાકડાના બદલે હોમમેઈડ ફટાકડા યુવાનો એક બીજા પર ફેંકતા રહે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- સુરત : નાની નાની વાતોમાં ઘરેથી ભાગી જતો બાળક પરિવાર માટે મુંઝવણ બન્યો


સાવરકુંડલામાં લગભગ 100 વર્ષથી દિવાળીની રાત્રે ઈંગોરિયાનું યુદ્ધ જામે છે. યુવાનો ગામના અલગ અલગ ચોકમાં ભેગા થઇ એક બીજા પર ઈંગોરિયા નામના ફટાકડા ફોડે છે. સળગતા આગના ગોળા યુવાનો હાથમાં એવી રીતે પકડે છે. કે, જાણે ગુલાબનું ફુલ પકડ્યું હોય. આ ઈંગોરિયાને સળગાવી યુવાનો એક બીજા પર ફેંકે છે. આ રમત વર્ષોથી રમાતી આવી છે. લગબગ આ ચોથી પેઢી આ નામના ફટાકડા ફોડે છે. પહેલાના સમયમાં સાવર અને કુંડલા વચ્ચે આ યુદ્ધ જામતું હતું. હવે શહેરના મુખ્ય ત્રણ ચોકમાં આ રમત રમાય છે. આ રમત જોવા લોકો અમદાવાદ, મુંબઇ, કોલકાતા, રાજકોટ જેવા મોટા શહેરોમાંથી આવે છે. આ એક નિર્દોષ રમત છે.



આ પણ વાંચો:- સમઢીયાળા : અંધશ્રદ્ધા દુર કરવા માટે કાળીચૌદસનાં દિવસે સત્યનારાયણની કથા કરી


ઈંગોરિયાની રમત છેલ્લા ચાર દાયકાથી સાવરકુંડલામાં રમાય છે. પહેલા ઈંગોરિયાની રમત રમાતી હતી પરંતુ સમય જતાં હવે કોકડાએ સ્થાન લીધું છે. સાવરકુંડલાના યુવાનો ઈંગોરિયા અને કોકડા એક બીજા ઉપર ફેંકે છે. આ રમતથી કોઇ વ્યક્તિ દાઝતું નથી. આ રમત સાવરકુંડલાના નાવલી ચોકમાં, રાઉન્ડ વિસ્તારમાં તેમજ દેવલાગેઇટ વિસ્તારમાં રમાય છે.



આ પણ વાંચો:- દિવાળી-બેસતા વર્ષે 'ક્યાર' જોખમી બન્યું, દરિયો ગાંડોતુર સુરત,રાજકોટ, મહિસાગરમાં વરસાદ


ઈંગોરિયાની આ લડાઇમાં હજી સુધી કોઇ જાનહાની થઇ નથી. આ ઉપરાંત કોઇ ગંભીર રીતે દાઝ્યું હોય તેવું પણ બન્યું નથી. સંપૂર્ણ પણે હોમ મેઇડ એવા ઈંગોરિયાની લડાઇ જોવા દુર દુરથી લોકો સાવરકુંડલા આવે છે. ખાસ કરીને સાવરકુંડલાનો યુવાન દેશના કોઇપણ ખૂણે સ્થાઇ થયો હોય પરંતુ દિવાળીના દિવસે તે અચુક કંડલામાં આ રમત રમવા આવે છે.


જુઓ Live TV:-


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...