દિવાળી-બેસતા વર્ષે 'ક્યાર' જોખમી બન્યું, દરિયો ગાંડોતુર સુરત,રાજકોટ, મહિસાગરમાં વરસાદ

અરબી સમુદ્રમાં વાવાઝોડુ વધારે તોફાની બન્યું છે. ક્યાર હવે સામાન્ય વાવાઝોડામાંથી સુપર સાઇક્લોન બની ચુક્યું છે.

દિવાળી-બેસતા વર્ષે 'ક્યાર' જોખમી બન્યું, દરિયો ગાંડોતુર સુરત,રાજકોટ, મહિસાગરમાં વરસાદ

અમદાવાદ : અરબી સમુદ્રમાં વાવાઝોડુ વધારે તોફાની બન્યું છે. ક્યાર હવે સામાન્ય વાવાઝોડામાંથી સુપર સાઇક્લોન બની ચુક્યું છે. જો કે આ વાવાઝોડુ જેટલું ખતરનાક બનશે તેટલું વધારે લોપ્રેશર સર્જશે. આ પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થાય છે. આ વાતાવરણ આસપાસનાં અને કિનારાના વિસ્તારોમાં તોફાની વરસાદ લાવી શકે છે. હાલ હવામાન વિભાગ સતત આ સાઇક્લોન પર નજર રાખી રહ્યા છે. આ તોફાન જો કે કિનારે ટકરાશે તો ભારે તારાજી સર્જી શકે છે. હાલ તો તંત્રને એલર્ટ રહેવા સુચના આપવામાં આવી છે. 

તોફાનને પગલે ગુજરાતનાં તમામ બંદરો અને દરિયાકાંઠા વિસ્તારમાં દરિયો તોફાની બન્યો છે. ખુબ જ વિશાળ મોજા ઉછળી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત સહિત 50 ટકા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.જો કે મધ્યગુજરાતમાં વરસાદની શક્યતા નહીવત છે. જો કે ગુજરાતનાં સુરત જિલ્લાના અનેક વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ નોંધાયો હતો. નવસારીમાં પણ છુટો છવાયો વરસાદ પડ્યો હતો. રાજકોટના જામકંડોરણા પંથકમાં દિવાળીનાં દિવસે જ કમોસમી વરસાદ પડ્યો હતો. જેના પગલે ખેડૂતોનાં પાકને ભારે નુકસાન થયું હતું. નવસારીમાં પણ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. નવસારી તથા આસપાસના ગામોમાં વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત મહિસાગર જિલ્લાના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો હતો. અનેક વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ નોંધાયો હતો. 

IAS,IPS,IFS પરિવારે નર્મદામાં ઉજવી દિવાળી, 100 સ્થાનિક બાળકોને દત્તક લીધા
વાદળીયુ વાતાવરણ
બે દિવસ પહેલા અરબી સમુદ્રમાં સક્રિય થયેલું લો પ્રેશ મજબુત બનીને સાઇક્લોન બની જતા ક્યાર હવે જોખમી બન્યું છે. જેથી દિવાળી અને બેસતું વર્ષ અડધા ગુજરાત માટે તોફાની અને વરસાદી બનશે તો અડધા ગુજરાત માટે વાદળીયું વાતાવરણ રહેશે. 30 ઓક્ટોબર સુધી રાજ્યમાંવાદળીયું વાતાવરણ રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news