* પિતા બન્યો હેવાન, પુત્રીને બનાવી નિશાન
* પોતાની જ સાત વર્ષની પુત્રી પર નજર બગાડી
* પુત્રીને મોબાઈલમાં નગ્ન ફોટા - વિડીયો બતાવ્યા
* શારીરિક સંબંધ બાંધતા સમયે જ પત્ની પહોંચી
* પત્નીએ હેવાન પતિ સામે નોંધવાઈ પોલીસ ફરિયાદ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેજસ મોદી/સુરત : એક પિતાએ એટલી હદે હેવાનીયત વટાવી કે પોતાની સગી દીકરીને જ પોતાની હવસનો શિકાર બનાવી હતી. સાબિત કર્યું કે કળીયુંગ આવી પહોંચ્યો છે. આ વાત માનવામાં નહીં આવે પણ સુરતમાં આવી ઘટનાઓ બની રહી છે. સુરતના વરાછા વિસ્તારના એકતાનગરમાં 7 વર્ષીય સગી પુત્રીને મોબાઈલ ફોનમાં નગ્ન ફોટા બતાવી પિતાએ દુષ્કર્મ આચર્યું હતું.


અમદાવાદ: શિક્ષણમંત્રીએ ખાદીની ખરીદી કરી, કહ્યું ખાદી કોઇ કપડું નહી પરંતુ વિચાર છે


પિતાને મોબાઇલ આપવા ગઇ અને...
વરાછા પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર શહેરના વરાછા અશ્વનીકુમાર રોડ આઈ.સી.ગાંધી મીલની પાછળના એકતાનગરમાં રહેતો અને જરીનું મજૂરી કામ કરતો હસન ગત રવિવારે સાંજે 7 વાગ્યે પોતાના ઘરના ધાબા ઉપર આરામ કરી રહ્યો હતો. તેના મોબાઈલમાં ફોન કોઈનો કોલ આવતા તેની પત્નીએ સાત વર્ષની બાળકીને મોબાઈલ આપવા ઉપર મોકલી હતી. બાળકી મોબાઈલ આપવા ગઈ હોવાને 20 મિનીટથી વધુ સમય થયો હતો. પિતા પાસે બાળકીને એટલો સમય થયો હોવા છતાં બાળકી નીચે આવી આવી નહોતી. જેથી બાળકીની માતા તેને લેવા માટે ધાબા ઉપર ગઈ હતી. 


સેકન્ડ હેન્ડ વાહન ખરીદનાર સાવધાન ! જો જો આ ગઠીયાઓ તમને ચોપડી શકે છે લાખોનો ચુનો


પિતા પોતાની જ પુત્રી સાથે કરતો હતો ગંદી હરકત
માતા એમ હતું કે બાળકી પિતા સાથે રમતી હશે, પરંતુ જે દ્રશ્ય તેને ધાબા પર જોયું તેને જોઈ માતાના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. નરાધમ પિતા હસન સગી દીકરી ઉપર જ દાનત બગાડી હવસનો શિકાર બનાવી રહ્યો હતો. પિતાએ પહેલા બાળકીને મોબાઈલ ફોનમાં નગ્ન ફોટા વીડિયો બતાવ્યા બાદ દુષ્કર્મ કરતો હતો. ઘટના અંગે એસીપી સી. કે. પટેલે કહ્યું હતું કે, સગી દીકરી પર દુષ્કર્મ કરતા નજરે જોઈ ગયેલી પત્નીએ પતિને રંગેહાથે ઝડપી લેતા તેને વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. વરાછા પોલીસે દીકરી પર ગંદી નજર રાખી બદકામ કરનારા પિતાની ધરપકડ કરી હતી.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube