#saveGujratstudents: ટ્વિટર પર ટ્રેન્ડ થયો મુદ્દો, રૂપાણી સરકાર પર માછલા ધોવાયા
બિનસચિવાલય પરીક્ષા (binsachivalay exam) રદ કરવાના મામલે હાલ સમગ્ર ગુજરાતના ઉમેદવારોમાં આક્રોશ જોવા મળ્યો છે. ન્યાય માંગવાની આશાએ આજે ગાંધીનગર (Gandhinagar) પહોંચેલા ઉમેદવારોને જવાબમાં અટકાયત મળી હતી. ગાંધીનગરમાં વિદ્યાર્થીઓ પર થયેલા દમનના પડઘા સોશિયલ મીડિયા પર પડ્યા છે. હાલ ટ્વિટર પર બિનસચિવાલય પરીક્ષાનો એક મુદ્દો સૌથી વધુ ટ્રેન્ડ થઇ રહ્યો છે. વિદ્યાર્થીઓ પર થયેલા અત્યાચારને લોકો વખોડી રહ્યા છે. ટ્વિટરાઈટ્સ રૂપાણી સરકાર (Vijay Rupani) ના આ અત્યાચારના આકરા ટીકા કરી રહ્યાં છે. ટ્વિટર પર પણ એક જ અવાજ ઉઠ્યો છે કે, ’We want justice...’
કેતન જોશી/અમદાવાદ :બિન સચિવાલય પરીક્ષા (bin sachivalay exam) રદ કરવાના મામલે હાલ સમગ્ર ગુજરાતના ઉમેદવારોમાં આક્રોશ જોવા મળ્યો છે. ન્યાય માંગવાની આશાએ આજે ગાંધીનગર (Gandhinagar) પહોંચેલા ઉમેદવારોને જવાબમાં અટકાયત મળી હતી. ગાંધીનગરમાં વિદ્યાર્થીઓ પર થયેલા દમનના પડઘા સોશિયલ મીડિયા પર પડ્યા છે. હાલ ટ્વિટર પર બિનસચિવાલય પરીક્ષાનો એક મુદ્દો સૌથી વધુ ટ્રેન્ડ થઇ રહ્યો છે. વિદ્યાર્થીઓ પર થયેલા અત્યાચારને લોકો વખોડી રહ્યા છે. ટ્વિટરાઈટ્સ રૂપાણી સરકાર (Vijay Rupani) ના આ અત્યાચારના આકરા ટીકા કરી રહ્યાં છે. ટ્વિટર પર પણ એક જ અવાજ ઉઠ્યો છે કે, ’We want justice...’
બિનસચિવાલય પરીક્ષા અંગે રાજ્યભરના વિદ્યાર્થીઓમાં આક્રોશ, એક જ માંગ, ‘પરીક્ષા રદ કરો...’
#savegujaratstudent હેશટેગ દેશમાં ત્રીજા નંબરે ટ્રેન્ડ
ગાંધીનગરમાં બિનસચિવાલય પરીક્ષાના ઉમેદવારો પર થયેલા દમન બાદ લગભગ 400થી વધુ ઉમેદવારોની અટકાયત કરવામાં આવી છે. પોલીસ ઉમેદવારોને માર મારી રહી છે તેવા દ્રષ્યો સ્પષ્ટ જોઈ શકાય છે. ટ્વિટર પર ગુજરાતની કહેવાતી સંવેદનશીલ સરકાર પર માછલા ધોવાઈ રહ્યાં છે. ત્યારે હાલ #savegujaratstudent હેશટેગ દેશ આખામાં ત્રીજા નંબરે ટ્રેન્ડ કરી રહ્યું છે. નરેન્દ્ર મોદીના ગુજરાતમાં આ પ્રકારે વિદ્યાર્થીઓ પર આતંકવાદીઓ જેવું વર્તન થઈ રહ્યું છે તેની ચર્ચા ચાલી રહી છે.
Big Breaking : ગુજરાત રાજ્યમાં ફરજિયાત હેલમેટ પહેરવાનો નિયમ હટાવાયો
ટિવટર પર રૂપાણી સરકાર પર આકરા પ્રહાર
ટ્વિટર પર કેટલાકે કહ્યું કે, ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરો. તો અન્ય એકે લખ્યું કે, જો તમે હિટલરે યહુદીઓ સાથે શું કર્યું તે જોવું હોય તો ગુજરાતમાં આવો અને ગુજરાત સરકારને જુઓ. ગુજરાતના વિદ્યાર્થીઓ પર હાલ રોડ પર છે અને પોલીસ તેઓને આતંકવાદની જેમ મારી રહી છે. ગુજરાત સરકારની આ બીજી બાજુ છે.
બિનસચિવાલય ક્લાર્ક પરીક્ષા: પરીક્ષાર્થીઓનો આક્રોશ, પોલીસે કર્યો લાઠીચાર્જ
ન્યાય માંગવાની આશાએ આજે રાજ્યભરમાં હ્જારો વિદ્યાર્થીઓ ગાંધીનગર પહોંચ્યા હતા. જેમાં યુવતીઓ પણ સામેલ હતી. વી વોન્ટ જસ્ટિસની માંગ સાથે હજ્જારો ઉમેદવારોએ સરકાર સામે મોરચો માંડ્યો છે કે, બિનસચિવાલય પરીક્ષા કેન્સલ કરવામાં આવે. કારણ કે, આ પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાના પુરાવા પણ મળ્યા છે. ત્યારે ગાંધીનગરની પોલીસે પ્રદર્શન કરી રહેલા 400થી વધુ ઉમેદવારોની અટકાયત કરી છે. તમામની અટકાયત ઉપવાસ છાવણી પાસેથી કરાઈ છે. વિદ્યાર્થીઓ પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા આવ્યા છે, પરંતુ સરકારની પેટનું પાણી હાલતું નથી. તો ઉમેદવારો સાથે કોંગ્રેસના 2 ધારાસભ્યોની પણ અટકાયત કરાઈ છે. ગુલાબસિંહ રાજપૂત અને સી જે ચાવડાની પોલીસે અટકાયત કરી છે. સરકાર અમને ન્યાય આપોના નારા સાથે હજ્જારો વિદ્યાર્થીઓ ગાંધીનગર ઉમટી પડ્યા હતા. ત્યારે તેમના પોસ્ટર પર લખેલા લખાણમાં પણ સરકાર સામેનો વિરોધ સ્પષ્ટ દેખાયો હતો. હમારી ભૂલ કમલ કા ભૂલ, શું આ બધુ કરવા આઝાદી આપી હતી? મહાત્મા ગાંધી, સંવેદનહીન સરકાર જેવા લખાણો સાથે વિદ્યાર્થીઓએ દેખાવો કર્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube