બિનસચિવાલય ક્લાર્ક પરીક્ષા: પરીક્ષાર્થીઓનો આક્રોશ, પોલીસે કર્યો લાઠીચાર્જ

બિનસચિવાલય પરીક્ષા (BinSachivalay Clerk Exam) માં થયેલી ગેરરીતિના કિસ્સા સીસીટીવી ફૂટેજ સાથે સામે આવ્યા બાદ રાજ્યભરના વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે વિદ્યાર્થીઓનો આ આક્રોશ (Students protest) હાલ ગાંધીનગર સુધી પહોંચી ગયો છે. બિનસચિવાયલયની પરીક્ષાના કૌભાંડો બહાર આવ્યા બાદ ઉમેદવારો દ્વારા પરીક્ષા કેન્સલ કરવાની માંગ ઉઠી છે. સાથે ઉમેદવારોએ ગાંધીનગર (gandhinagar) માં ઉગ્ર દેવાખો કરવાની પણ ચીમકી આપે છે. ત્યારે બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિના વિરોધમાં વિદ્યાર્થી સંગઠનો ગાંધીનગરમાં વિરોધ પર ઉતરે તે પહેલાં જ પોલીસે તેમની અટકાયત કરી હતી. તો બીજી તરફ, વિરોધ પ્રદર્શનના ડરથી ગૌણ સેવા પસંદગી મંડળની કચેરીને તાળુ મારી દેવામાં આવ્યું છે. 

બિનસચિવાલય ક્લાર્ક પરીક્ષા: પરીક્ષાર્થીઓનો આક્રોશ, પોલીસે કર્યો લાઠીચાર્જ

હિતલ પારેખ/ગાંધીનગર :બિનસચિવાલય પરીક્ષા (BinSachivalay Clerk Exam) માં થયેલી ગેરરીતિના કિસ્સા સીસીટીવી ફૂટેજ સાથે સામે આવ્યા બાદ રાજ્યભરના વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે વિદ્યાર્થીઓનો આ આક્રોશ (Students protest) હાલ ગાંધીનગર સુધી પહોંચી ગયો છે. બિનસચિવાયલયની પરીક્ષાના કૌભાંડો બહાર આવ્યા બાદ ઉમેદવારો દ્વારા પરીક્ષા કેન્સલ કરવાની માંગ ઉઠી છે. સાથે ઉમેદવારોએ ગાંધીનગર (gandhinagar) માં ઉગ્ર દેવાખો કરવાની પણ ચીમકી આપે છે. ત્યારે બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિના વિરોધમાં વિદ્યાર્થી સંગઠનો ગાંધીનગરમાં વિરોધ પર ઉતરે તે પહેલાં જ પોલીસે તેમની અટકાયત કરી હતી. તો બીજી તરફ, વિરોધ પ્રદર્શનના ડરથી ગૌણ સેવા પસંદગી મંડળની કચેરીને તાળુ મારી દેવામાં આવ્યું છે. 

વિદ્યાર્થીઓને દોડાવી દોડાવીને પકડ્યા...
બિન સચિવાલય પરીક્ષામાં વિરોધ દર્શાવવા આજે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ગાંધીનગર પહોંચ્યા હતા. પરંતુ ગુજરાતની સંવેદનશીલ સરકારે વિદ્યાર્થીઓના આ આંદોલનને કચડવાનો પ્રયાસ કર્યો હતો. જ્યાં વિદ્યાર્થીઓએ પોતાના હક માટે ગાંધીનગર પહોંચ્યા, તો તેઓને દોડાવી દોડાવીને તેઓની અટકાયત કરાઈ હતી. ઉપવાસ છાવણીમાં પકડી પકડીને તેઓને પોલીસની બસમાં બેસાડાયા હતા. ઉપવાસ છાવણી પાસેથી પસાર થતા કોઈપણ વ્યક્તિઓની પોલીસ અટકાયત કરી રહી છે. પોલીસ દ્વારા પૂછપરછ કર્યા પછી કોઈ પણ સંતોષકારક જવાબ ન મળતાં તેને પોલીસની ગાડીમાં બેસીને અટકાયત કરાઈ છે. તો આ કારણે અનેક કેસોમાં પોલીસ સાથે સીધા સંઘર્ષના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. ત્યારે રાજ્યભરના ઉમેદવારોને ગુજરાત સરકાર દબાવવાનો પ્રયાસ કરી રહી છે.  

મંડળની કચેરીને તાળુ લગાવાયું
ઉમેદવારો દ્વારા ગાંધીનગરમાં ઉગ્ર દેખાવો કરવાની ચીમકીના પગલે ગાંધીનગરમાં કર્મયોગી ભવનમાં આવેલી ગૌણ સેવા પસંદગી મંડળની કચેરીને તાળું મારવામાં આવ્યું છે. વિરોધ પ્રદર્શનને પગલે ગાંધીનગરમાં તેમજ ગૌણ સેવા પસંદગી મંડળની કચેરીની અંદર પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. મંડળની ઓફિસ અને સચિવાલય બહાર સુરક્ષા વધારી દેવાઈ છે. ત્યારે ગાંધીનગર ઉપવાસ છાવણીમાં એકત્ર થયેલા સૌથી વધુ પરીક્ષાર્થીઓ દેખાવ કરે એ પહેલાં જ પોલીસે તેઓની અટકાયત કરી હતી. ગૌણ સેવા પસંદગી મંડળની કચેરીએ હાલ તાળુ જોવા મળી રહ્યું છે. તો સાથે જ કચેરીના કર્મચારીઓને ચેક કરીને તાળુ ખોલ્યા બાદ જ પ્રવેશ આપવામાં આવે છે. કર્મચારી પ્રવેશે એટલે પુનઃ કચેરીને તાળું મારી દેવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news