સાવલીના પૂર્વ ધારાસભ્ય ખુમાનસિંહની ઘર વાપસી, કોંગ્રેસનો મિલાવ્યો હાથ
સાવલીના પૂર્વ ધારાસભ્ય ખુમાનસિંહ ફરી એક વાર કોંગ્રેસમાં જોડાણ કર્યું છે. ખુમાનસિંહ સાવલી વિધાનસભા બેઠક પરથી સતત ચાર વખત ધારાસભ્ય તરીકે ચૂંટણી જીત્યા હતા. મોટી સંખ્યામાં સમર્થકો સાથે તેઓ અમદાવાદ ખાતે કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચીને કોંગ્રેસનો ખેસ પહેર્યો હતો.
ગૌરવ પટેલ/અમદાવાદ: સાવલીના પૂર્વ ધારાસભ્ય ખુમાનસિંહ ફરી એક વાર કોંગ્રેસમાં જોડાણ કર્યું છે. ખુમાનસિંહ સાવલી વિધાનસભા બેઠક પરથી સતત ચાર વખત ધારાસભ્ય તરીકે ચૂંટણી જીત્યા હતા. મોટી સંખ્યામાં સમર્થકો સાથે તેઓ અમદાવાદ ખાતે કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચીને કોંગ્રેસનો ખેસ પહેર્યો હતો.
સાવલીના પૂર્વ ધારાસભ્યો કોંગ્રેસમાં જોડાતા ગુજરાત કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કોંગ્રેસનો ખેસ ધારણ કરાવ્યો હતો. મહત્વનું છે, કે 2017ની વિઘાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ટીકીટ નહિ મળતા તેઓ NCPમાં જોડાયા હતા. હવે ફરી પાછા ધરવાપસી કરીને સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા હતા.
સુરતની મહિલાઓ દ્વારા મોદીને ફરી પીએમ બનાવવા અનોખો પ્રયાસ, કર્યું કંઇક આવું
કોંગ્રેસમાં ઘરવાપસી કર્યા બાદ તેમણે કહ્યું કે, લોકસભાની ચૂંટણીમાં સાવલી વિસ્તારમાં સમર્થકો સાથે કોંગ્રેસનો જોરદાર પ્રચાર કરશે અને કોંગ્રેસના તે વિસ્તારના ઉમેદવારને જીતાવડાના પૂરતા પ્રયત્નો કરશે. સાવલી વિસ્તાર ખુમાનસિંહનું સારા પ્રભુત્વ છે. તેમણે વઘુમાં કહ્યું કે, સાવલી વિસ્તારમાં કોંગ્રેસને વઘુ મજબૂત બનાવાના પ્રયત્નો કરીશ.