હાર્દિક દિક્ષીત/વડોદરા :કોરોના વાઇરસ (Corona Virus) ને ફેલાતો રોકવા હાલ ગુજરાતમાં શક્યત તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. તમામ જાહેર સ્થળો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ગુજરાતના પ્રખ્યાત મંદિરો તથા પ્રવાસન સ્થળો પણ પ્રવાસીઓ માટે બંધ કરી દેવાયા છે. ત્યારે મધ્ય ગુજરાતનો સૌથી મોટો સયાજીબાગ (sayaji baug) પણ બંધ કરવામાં આવ્યો છે. 


વીરપુર બાદ ગોંડલથી બોર્ડની ઉત્તરવહી રેઢી મળી, આને ભૂલ કહેવાય કે બેદરકારી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા મહાનગર પાલિકા દ્વારા સયાજીબાગ પ્રાણી સંગ્રહાલય બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. શહેરમાં આવેલો સયાજીબાગ એ મધ્ય ગુજરાતનો સૌથી મોટો બાગ છે. જ્યાં મોટી સંખ્યામાં સમગ્ર રાજ્ય તેમજ રાજ્ય બહારથી સહેલાણીઓ મુલાકાત લેતા હોય છે. કોરોના વાઇરસે લોકોમાં ભયનો માહોલ ઉભો કર્યો છે, ત્યારે પાલિકા દ્વારા આજથી 29 તારીખ સુધી પ્રાણી સંગ્રહાલય બંધ રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી લોકોને કોરોના વાઇરસ સામે રક્ષણ મળી શકે તેમજ મૂંગા પક્ષીઓના સ્વાસ્થ્યને પણ નુકશાન ન થાય. 


આ 3 લક્ષણોને જાણી લેશો, તો કોરોનો તમારી આજુબાજુ પણ નહિ ભટકે


સામાન્ય દિવસોમાં જે પ્રાણી સંગ્રહાલય પક્ષીઓ તેમજ લોકોના શોરથી ગુંજતું હોય છે, આજે ત્યાં સન્નાટો છવાઈ ગયો છે. વધુમાં વાત કરીએ તો પાલિકા દ્વારા પ્રાણી સંગ્રહાલયના મુખ્ય દ્વાર પર જાહેર જનતા માટે નોટિસ લગાવવામાં આવી છે. તેમજ ત્યાં કામ કરતા કર્મચારીઓને પણ માસ્કથી સજ્જ કરી દેવામાં આવ્યા છે તેવું ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ધવલ પંડ્યાએ જણાવ્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...