આ 3 લક્ષણોને જાણી લેશો, તો કોરોનો તમારી આજુબાજુ પણ નહિ ભટકે

કોરોના વાયરસ (Corona Virus) આગામી બે સપ્તાહમાં ભારતમાં સૌથી વધુ હુમલાવરના રૂપમાં સામે આવી શકે છે. આ જ કારણ છે કે, સરકારે ફરમાન જાહેર કરીને લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપી દીધી છે. પરંતુ શું તમને ખબર છે કે, માત્ર ત્રણ લક્ષણોની ઓળખ કરીને તમે આ જીવલેણ વાયરસથી બચવામાં સફળ થઈ શકો છો. તો આ લક્ષણને સારી રીતે ઓળખી લો, જેથી તમે તમારા પરિવારને જ નહિ, પરંતુ બીજા લોકોની પણ મદદ કરી શકો છો.

Updated By: Mar 18, 2020, 10:57 AM IST
આ 3 લક્ષણોને જાણી લેશો, તો કોરોનો તમારી આજુબાજુ પણ નહિ ભટકે

ઝી મીડિયા/બ્યૂરો :કોરોના વાયરસ (Corona Virus) આગામી બે સપ્તાહમાં ભારતમાં સૌથી વધુ હુમલાવરના રૂપમાં સામે આવી શકે છે. આ જ કારણ છે કે, સરકારે ફરમાન જાહેર કરીને લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપી દીધી છે. પરંતુ શું તમને ખબર છે કે, માત્ર ત્રણ લક્ષણોની ઓળખ કરીને તમે આ જીવલેણ વાયરસથી બચવામાં સફળ થઈ શકો છો. તો આ લક્ષણને સારી રીતે ઓળખી લો, જેથી તમે તમારા પરિવારને જ નહિ, પરંતુ બીજા લોકોની પણ મદદ કરી શકો છો.

આવતીકાલનું ભવિષ્ય રસ્તા પર... ઉત્તરવહીના સૌથી પહેલા ઝી 24 કલાકના અહેવાલ બાદ શિક્ષણ વિભાગ દોડતું થયું

1 તાવ છે કે નહિ
અમેરિકાના સેન્ટ્રલ ફોર ડિઝીસ કન્ટ્રોલ (CDC), એટલાન્ટાના જણાવ્યા અનુસાર, કોરોના વાયરસનું સૌથી મોટું લક્ષણ તાવ છે. અત્યાર સુધી કોરોના વાયરસથી સંક્રમિત લોકોમાંથી 90 ટકા લોકોને તાવ હતો. વૈજ્ઞાનિકો કહે છે કે, હાલના સમયે કોઈ પણ પ્રકારના તાવને બેધ્યાન કરવું બેવકૂફીભર્યું સાબિત થઈ શકે છે. તે આગળ જઈને કોરોના વાયરસનું રૂપ લઈ શકે છે. 

શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી, વીરપુરમાં રસ્તા પરથી મળી બોર્ડના વિદ્યાર્થીઓએ આપેલી ઉત્તરવહી

2 સૂકી ખાંસી તકલીફ કરી શકે છે 
અત્યાર સુધી તમને ફ્લૂના નામ પર ખાંસી થવી સામાન્ય હતી. પરંતુ કોરોના વાયરસ આક્રમણના આ સમયમાં તમારે ખાંસીને બેધ્યાન ન કરવું જોઈએ. અમેરિકી તબીબોનું કહેવુ છે કે, કોરોના વાયરસથી સંક્રમિત લોકોને શરૂઆતમાં સૂકી ખાંસી થાય છે. બાદમાં તે ધીરે ધીરે વધીને ફેફસામાં ફેલાઈ જાય છે. તેના બાજ વાયરસ પોતાનો અસલી હુમલો શરૂ કરી દે છે. અફસોસ એ છે કે, અનેક કિસ્સામાં દર્દીઓને ખાંસીની સાથે શ્વાસ લેવામાં પણ તકલીફનો સામનો કરવો પડી શકે છે. બાદમાં આ દર્દીઓમાંથી અનેકના મોત થયા છે.

રાજકોટની ફેમસ એવરેસ્ટ નમકીનની ફેક્ટરીમાં લાગી આગ, 2 ફાયરમેન ઈજાગ્રસ્ત

3 શ્વાસ લેવામાં તકલીફ
ડોક્ટરોનું કહેવું છે કે, શ્વાસ લેવામાં જ તમને થોડી પણ તકલીફ થઈ રહી છે તો તેનું એક કારણ કોરોના વાયરસ પણ હોઈ શકે છે. હકીકતમાં આખી દુનિયામાં કોરોના વાયરસના દર્દીને શ્વાસ લેવામાં તકલીફનો સામનો કરવો પડ્યો છે. દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષમને કારણે તમે ક્યારેક ક્યારેક શ્વાસ લેવામાં ભારેપણુ અનુભવી રહ્યા હશો. પરંતુ ડોક્ટરોની સલાહ છે કે, હાલના સમયે તમે તેને ટાળવાની ભૂલ જરા પણ ન કરતા. શક્ય હોય તો આ સમસ્યા માટે એકવાર ડોક્ટરને જરૂર મળો. તે ફ્લૂ કે વાયરસનું લક્ષણ થઈ શકે છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...