ઝી બ્યુરો/વડોદરા: સંસ્કારી નગરી કહેવાતા વડોદરામાં માનવતા નેવે મૂકી હોય તેવી ઘટના સામે આવી છે. વડોદરાની સયાજી હોસ્પિટલના સત્તાધીશોએ માનવતા નેવે મૂકતા હડકંપ મચી ગયો છે. સયાજી હોસ્પિટલના સત્તાધીશોએ ભિક્ષુક મહિલા દર્દીને પગમાં સળિયા નાખેલી હાલતમાં રોડ પર મૂકી દીધી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહિલા દર્દીને જોતાં બેદરકારીનો ઘટસ્ફોટ
જો કે ભાજપના મહિલા કોર્પોરેટર જાગૃતિ કાકાએ મહિલા દર્દીને જોતાં બેદરકારીનો ઘટસ્ફોટ થયો હતો. ત્યાર પછી કોર્પોરેટરે 108 એમ્બ્યુલન્સ બોલાવી મહિલા દર્દીને ફરી હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા. કોર્પોરેટરે ભિક્ષુક મહિલા સાથે થયેલ વ્યવહારને પગલે ઇમરજન્સી વોર્ડના તબીબો અને નર્સિંગ સ્ટાફનો ઉધડો પણ લીધો હતો. ગઈકાલ સુધી આ ભિક્ષુક મહિલા દર્દી સર્જીકલ ડી યુનિટ C1 વોર્ડમાં દાખલ હતા. તો પછી કઈ રીતે બહાર ગયા તે તપાસનો વિષય છે.



ભાજપ મહિલા કોર્પોરેટર આવ્યા વ્હારે
સયાજી હોસ્પિટલના તબીબો-નર્સિંગ સ્ટાફ જાણે કે માનવતા ભૂલ્યો હોય તેમ  એક ભિક્ષુક મહિલા દર્દીને પગમાં સળિયા નાખેલી હાલતમાં રોડ પર મૂકી દીધા હતા બાદમાં ભાજપ મહિલા કોર્પોરેટરે આ વાત ધ્યાને આવી હતી. જેથી તેમણે તાત્કાલિક 108ને બોલાવી મહિલાને સારવાર અર્થે ખસેડ્યા હતા. તેઓ જ્યારે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે સ્ટાફ જાણે કઈં થયું જ ન હોય તેમ પગ ઉપર પગ ચડાવીને સ્ટાફના લોકો બેઠા હતા. જે બાદમાં કોર્પોરેટરે મહિલા સાથે થયેલ વ્યવહારને લઈ ઇમરજન્સી વોર્ડના તબીબો અને નર્સિંગ સ્ટાફનો ઉધડો પણ લીધો હતો. 


વિધાનસભાના દંડકને ફરિયાદ
આ સાથે કોર્પોરેટર વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુકલને સમગ્ર મામલે ફરિયાદ પણ કરી છે. જેમાં સયાજી હોસ્પિટલના જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહીની માંગ કરી છે.