અમદાવાદઃ મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના કાળા કારનામા એક પછી એક સામે આવી રહ્યા છે. ત્યારે આખરે બીઝેડ ગ્રુપ સામે આજે બે ફરિયાદ નોંધાઈ છે. પ્રાંતિજના પલ્લાચર ગામના રોકાણકાર સુરેશ વણકરે ફરિયાદ કરી છે. નિકેશ પટેલ નામના એજન્ટે વિદેશની ટ્રિપ અને આકર્ષક ઓફર આપીને રોકાણ કરાવ્યું હતું. નિકેશ પટેલ હાલ ગાયબ હોવાથી રોકાણકારોની ચિંતા વધી છે. સાથે જ સાબરકાંઠામાં પણ એક રોકાણકારે ફરિયાદ નોંધાવી છે. જેની સીઆઈડી ક્રાઈમ તપાસમાં લાગી છે. તો આ તરફ BZ કૌભાંડની તપાસ વચ્ચે માલપુર તાલુકાના કલ્પેશ ખાંટ નામના શિક્ષકના ફોટોસ વાયરલ થયા છે. જેમાં તે બીએઝ ગ્રુપ પાસેથી મળેલી ગિફ્ટ સાથે જોવા મળી રહ્યો છે. કલ્પેશ ખાંટ બીઝેડના એજન્ટ તરીકે કામ કરતો હોવાનો આરોપ છે. તો આ તરફ અરવલ્લીના માલપુરીમાં સીઆઈડી બીઝેડ કાંડના કનેક્શન શોધવા માટે સઘન તપાસ કરી રહી છે. 


ક્લિનીકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ હેઠળ રાજ્યની તમામ હોસ્પિટલોએ કરાવવું પડશે રજીસ્ટ્રેશન


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું થયો ખુલાસો?
સરકારી શિક્ષકો ભૂપેન્દ્ર ઝાલાના એજન્ટ તરીકે કામ કરતાં હતા
અન્ય શિક્ષકોને bzમાં રોકાણ કરાવતાં હતા
શિક્ષકો અને નિવૃત્ત કર્મચારીઓએ લાખોનું રોકાણ કર્યું હતું
શિક્ષક એજન્ટના ખુલાસા થતાં આ એજન્ટો ભૂગર્ભમાં ઉતરી ગયા છે


જે શિક્ષકો એજન્ટ તરીકે કામ કરતાં હતા તેમાંથી મોટા ભાગના અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાનું હોવાનું સામે આવ્યું છે...પરંતુ ઝાલાના એક એજન્ટ પોપટ માસ્ટરનું નામ ખુલ્લીને સામે આવ્યું રહ્યું છે...પોપટ માસ્ટર નામનો આ શિક્ષકે બીજા અનેક શિક્ષકોને bz સ્કીમમાં રોકાણ કરાવ્યું હતું...પરંતુ હવે જ્યારે તપાસનો ધમધમાટ શરૂ થયો છે ત્યારે આ પોપટ માસ્ટર ભૂર્ગભમાં ઉતરી ગયો છે. તો તપાસનો રેલો પોતાના સુધી પહોંચવાના ડરે અન્ય પણ અનેક એજન્ટ હાલ જોવા નથી મળી રહ્યા.