લો બોલો! પોલીસ સ્ટેશનના નકલી સ્ટેમ્પ-સિક્કો બનાવી RTOમાંથી RC બુક મેળવવાનું કૌભાંડ ઝડપ્યું
અમદાવાદ ગ્રામ્ય પોલીસે ધરપકડ કરેલા શખ્સનું નામ આરટીઓ એજન્ટ રફીક શેખ છે. અસલાલી પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર ઓફ પોલીસનો અશોક સ્તંભવાળો નકલી સિક્કો મારી આરટીઓમાંથી આરસી બુક કઢાવી આપતો હતો.
ઉદય રંજન/અમદાવાદ: જિલ્લાના બારેજાનો RTO એજન્ટ ડુપ્લિકેટ આરસી બુક માટે જાતે જ psi નો બનાવટી સિક્કો મારતો અમદાવાદ ગ્રામ્ય પોલીસના હાથે બાતમીના આધારે પકડાયો છે. પોલીસે નકલી સિક્કા સહીત આરસી બુકો પકડી છે.
ગાંધીનગરના દશેલા ગામમાં મોટી દુર્ઘટના; પાણીના પ્રવાહમાં કાર ડૂબતા 4 લોકોના કરૂણ મોત
અમદાવાદ ગ્રામ્ય પોલીસે ધરપકડ કરેલા શખ્સનું નામ આરટીઓ એજન્ટ રફીક શેખ છે. અસલાલી પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર ઓફ પોલીસનો અશોક સ્તંભવાળો નકલી સિક્કો મારી આરટીઓમાંથી આરસી બુક કઢાવી આપતો હતો. બારેજા પ્રગતિ હોટલ પાસે અમદાવાદ ગ્રામ્ય પોલીસે એજન્ટને ઝડપી લઇ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. કોઇ વાહનની આરસી બુક ગુમ થઈ હોય અથવા તો ચોરાઈ ગઈ હોય તો નવી આરસીબુક મેળવવા માટે પોલીસનું પ્રમાણપત્ર જરૂરી હોય છે.
મોદી સરકાર 160થી વધુ લોકસભા સીટોના સમીકરણ બદલવાની કરી રહી છે તૈયારીઓ, આવા છે ગણિત
બારેજાના એક આરટીઓ એજન્ટે રફીક શેખ ડુપ્લિકેટ આરસીબુક માટે અસલાલી પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટરનો બનાવટી સ્ટેમ્પ બનાવી દીધો હતો અને જાતે જ આવી અરજીઓ ઉપર સિક્કા મારીને સહી કરી દેતો હતો અને તે પ્રમાણપત્રને આધારે તે ડુપ્લિકેટ આરસી બુક મેળવી આપતો હતો. અમદાવાદ ગ્રામ્ય પોલીસની ટીમને આ બાબતે જાણ થતા તેમણે આરટીઓ એજન્ટને ઝડપી લઇ તેની પાસેથી આવા સ્ટેમ્પ કબજે લીધા છે અને તેણે કેટલા લોકોને ખોટા પ્રમાણપત્રના આધારે ડુપ્લિકેટ આરસી બુક અપાવી તેની તપાસ શરૂ કરી છે.
ગુજરાતના 158 તાલુકામાં ભારે વરસાદ:રાપરમાં છેલ્લા 15 કલાકમાં 10 ઈંચ વરસાદથી જળબંબાકાર
આરટીઓ એજન્ટ રફીક શેખ વર્ષો પહેલા અસલાલી પોલીસ સ્ટેશનના ક્રાઈમ રાઇટર હેડ એ. પી. પરમારને ઓળખતો હોવાથી તે પોતાની પાસે ક્રાઇમ રાઇટર હેડનો સિક્કો પણ રાખતો હતો અને એ. પી. પરમારના નામની સહી પણ કરી દેતો હતો. અમદાવાદ ગ્રામ્ય એસઓજીને બાતમી મળી હતી કે, આરટીઓ એજન્ટ તરીકે કામ કરતો રફીકમીયા શેખ અસલાલી પોલીસ સ્ટેશનનો બનાવટી સિક્કો તથા પોલીસ સ્ટેશનના ક્રાઈમ રાઈટર એ.પી.પરમારના નામનો સ્ટેમ્પ પોતાની પાસે રાખીને ડુપ્લિકેટ આર.સી.બુક મેળવવા માટે પ્રમાણપત્રમાં પોતાની સહી કરી ખોટા અને બનાવટી પ્રમાણપત્ર બનાવી રહ્યો છે.
વગર વરસાદે અમદાવાદમાં પાણી ઘૂસે તે પહેલા તંત્ર જાગ્યું, નહિ તો ભરૂચવાળી થાત
અમદાવાદ ગ્રામ્ય એસઓજીની ટીમે તે જગાએ દરોડો પાડીને રફીક શેખને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી 17 પ્રમાણપત્રોની ઝેરોક્સ કે જેમાં અલગ અલગ વાહન ચાલકોના નામ તથા સરનામા અને બનાવટી સિક્કા મારેલી ઝેરોક્સ મળી આવી હતી. ઉપરાંત તેની પાસેથી પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર ઓફ પોલીસનો અશોક સ્તંભવાળો સ્ટેમ્પ અને ક્રાઈમ રાઈટર હેડના સ્ટેમ્પ 20 આરસી બુક સહીત નું સાહિત્ય મળી આવ્યું હતું . આરોપી છેલા 5 વર્ષ થી સક્રિય હતો તો કેટલા વાહનોની આરસીબુક મેળવી હતી તેની વિગતો મેળવવા ની કાર્યવાહી હાથ ધરી છે.
હે રામ! 43 વર્ષીય કાપડ મિલના સુપરવાઇઝરનું હાર્ટ એટેકથી મોત, ત્રણ સંતાનોએ ગુમાવી છત્ર
પોલીસે રફીકની પૂછપરછ કરતા આર્થિક સંકડામણના કારણે અસલાલી પોલીસ સ્ટેશનનો સિક્કો ચારેક વર્ષ પહેલા આરટીઓમાં આવતાં ભરતભાઈ પટણી પાસેથી બનાવડાવ્યો હતો. કોરોના સમયે ભરતભાઈનું મોત થઈ ગયું હતું. બાદમાં અસલાલી પોલીસ સ્ટેશનમાં સોળ વર્ષ પહેલાં નોકરી કરતા ક્રાઈમ રાઈટર હેડ એ.પી.પરમારને ઓળખતો હોવાથી તેના નામના બનાવટી સિક્કાઓ બનાવ્યા હતા.
ગુજરાતમાં ભયાનક એલર્ટ; ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાઈ છે ચેતવણી
બાદમાં આરટીઓમાં વાહનોની આર.સી.બુક મેળવવા માટે ધક્કા ખાતા વ્યક્તિઓ પાસેથી અલગ અલગ નક્કી થયા મુજબની રકમ મેળવી કમ્પ્યૂટરાઈઝ બનાવેલા પ્રમાણપત્રની ખાલી જગ્યામાં નામ વાહન માલિકનું નામ, સરનામુ તથા વાહનનો એન્જિન, ચેસીસ નંબર તથા મીસીંગ નંબર અને તારીખ લઈને બનાવટી સિક્કા મારીને પ્રમાણપત્રો ડુપ્લિકેટ વાહનોની આરસી બુક કઢાવી આપતો અને આરસીબુક નીકળ્યા પછી જે-તે વાહન માલિકના ઘરે આરટીઓ કચેરીથી બારકોડ સ્ટીકર મારી તેમના નામ, સરનામા ઉપર ટપાલ મારફતે મોકલે તે વખતે તેમના ઓળખીતા ટપાલી મહેશ પરમાર ટપાલનું કવર જે-તે વાહન માલિકને તે કવર આપીને પૈસા કમાતો હોવાનું જાણવા મળ્યું હતુ.
આને કહેવાય નસીબ! 53 વર્ષના કાકાના પ્રેમમાં પડી 22 વર્ષની છોકરી, હું મારો જીવ પણ....
આ મામલે એસઓજીની ટીમે આરોપીએ અત્યાર સુધી આવી કેટલી આરસીબુક બનાવીને આપી છે અને કેટલાક ગ્રાહકો પાસેથી કેટલા પૈસા મેળવતો હતો તે અંગે સઘન પૂછપરછ હાથ ધરી છે આ ત્યારે રફીક શેખ સહીત અન્ય ત્રણ આરોપી ચિંતન શાહ , હિતેશ ઠક્કર અને અબ્દુલકદાર પઠાણ ની ધરપકડ કરી છે.
સુરતમાં તથ્યવાળી! શોભાયાત્રામાં નાચતા ભક્તો પર ફરી વળ્યો ટેમ્પો અકસ્માતનો LIVE VIDEO