Surat News : ગુજરાતમાં હાલ ભારેથી અતિભારે વરસાદ તૂટી પડ્યો છે. આ વચ્ચે લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. આકાશથી વરસાદ વરસી રહ્યો છે, તો સાથે વીજળી પણ આફત બનીને ત્રાટકી રહી છે. આવામાં સુરતમાં અજીબ ઘટના બની હતી. સુરતમાં મકાનની છત પર રમતા બે બાળકો પર વીજળી પડી હતી. જેમાં એક બાળકનું કરુણ મોત નિપજ્યુ હતું. તો ભાવનગરમાં ખેતરમાં કામ કરતા એક શખ્સ પર વીજળી પડતા તેનુ મોત નિપજ્યુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બન્યુ એમ હતું કે, સુરતના જોળવા ગામે મકાનની છત પર વીજળી પડી હતી. જોળવા ગામની નક્ષત્ર સોસાયટીમાં આ બનાવ બન્યો હતો. જેમાં વીજળી પડતા એક બાળકનું મોત થયુ, તો અન્ય એક બાળક ઇજાગ્રસ્ત બન્યો હતો. બે બાળકો મકાનની છત પર રમી રહ્યા હતા, ત્યારે અચાનક વીજળી પડી હતી. જેમાં 9 વર્ષના પુખરાજ નેમીચંદ સુથાર પર વીજળી ત્રાટકી હતી. આ બાળકને તબીબોએ મૃત જાહેર કર્યો હતો. તો જસોશા ભૂરારામ સુથાર (ઉંમર 8 વર્ષ) નામની બાળકી દાઝી જતા તેને સારવાર માટે ખસેડાઈ હતી.


જુનાગઢમાં બધુ જ તણાયું : 12 ઈંચ વરસાદથી માંગરોળમાં આફત, માળીયા હાટીના પણ જળબંબાકાર



ખેતરમાં ખેડૂત પર વીજળી પડી 
ભાવનગર જિલ્લા પંથકમાં વરસાદી માહોલ વચ્ચે વીજળી પડતા એકનું મોત નિપજ્યું છે. ઘોઘા તાલુકા પંથકના અંધારિયાવડ ગામે ખેતરમાં વીજળી પડી હતી. શાકભાજી ઉતરતા ખેડૂત પર વીજળી પડતાં મોત નિપજ્યુ હતું. સુજનભાઈ ખીમજીભાઈ જેઠવા પર વીજળી પડતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. 22 વર્ષીય યુવાન પર વીજળી પડવાના કારણે મોત નીપજતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. મૃતકના દેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો.



માળીયા હાટીનાના શંકર મંદિર પડી વીજળી
માળીયા હાટીના તાલુકાના નવા ગલોદર ખાતે આજે સવારે ભારી ગાજ વીજ સાથે વીજળીના કડાક સાથે વરસાદ પડ્યો હતો. ત્યારે નવા ગલોદર ખાતે શંકર મંદિર આવેલ છે ત્યારે આ શંકર મંદિર પર એકાએક વીજળી પડતા મંદિરનું વાયરિંગ સાહિત મંદિરમાં નુકસાન થયું તેવું જાણવા મળ્યું હતું. 


મુસાફરો આ ધ્યાનમાં રાખજો, ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રની આ રુટની બસો બંધ કરાઈ


અંબાલાલની 7 દિવસની આગાહી : મેઘતાંડવ અટકશે નહિ, જુલાઈમાં પહેલીવાર જોવા મળ્યું આવું