ગૌરવ પટેલ, અમદાવાદઃ છેલ્લા 3 મહિનાથી સફાઈ કામદારોનો પગાર ન થતા કર્મચારીઓ દ્વારા હડતાળ કરવામાં આવી છે. પોલીસે માર માર્યાના આક્ષેપ સાથે પોલીસ સ્ટેશન બહાર કર્મચારીઓના ધરણા કરવા બેઠાં છે. અમદાવાદમાં સફાઈ કર્માઓ દ્વારા પગાર વધારા સહિત વિવિધ માંગોને લઈને હડતાળ કરવામાં આવી રહી છે. ત્યારે પોલીસની દમન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. છેલ્લા 3 મહિનાથી સફાઈ કામદારોનો પગાર  ન થતા સફાઈકર્મીઓ દ્વારા હડતાળ કરવામાં આવી રહી છે, પરતું ગેરકાયદે મંડળી રચી વિરોધ કરવા બદલે પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ જેમાં પોલીસે 100થી 150 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી હતી. આ સમગ્ર કેસમાં અમદાવાદ મનપાના ડીવાયએમસી ફરીયાદી બન્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો:
સમગ્ર મામલે દક્ષિણ પશ્ચિમ ઝોનના સફાઈ કામદારોની અટકાયત પણ કરવામાં આવી હતી છેલ્લા ચાર મહિનાથી પગાર ન મળ્યાના આક્ષેપ સાથે કર્મચારીઓએ હોબાળો કરતા 30 થી વધુ લોકોને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ડિટેઇન કરી લવાયા હતા જે બાદ પોલીસે કર્મચારીને માર માર્યો હોવાનો સફાઈ કર્માઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસે સગર્ભા મહિલાને પણ માર માર્યો હોવાનો આક્ષેપ કરાયો છે, 


100થી 150 લોકોના ટોળા સામે નોંધાઈ ફરિયાદ:
જો કે પોલીસ સ્ટેશનમાં સફાઈ કર્મીઓ સામે ગેરકાયદેસર મંડળી રચી વિરોધ કરવાનો ગુનો નોંધાયો છે. તેમજ 100થી 150 લોકો સામે પોલીસમાં ફરિયાદ પણ નોંધાઈ છે, મહત્વનું છે કે કોરોના સમયમાં સફાઈ કર્મીઓ પગાર વધારાની માંગને લઈને હડતાળ કરી રહ્યા છે જેમાં પોલીસની દમનગીરી વધતા પોલીસ સ્ટેશન બહાર સફાઈ કર્મીઓએ ધરણા શરૂ કર્યા છે.